Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

RCB vs RR IPL Match Result: રાજસ્થાનનો બેંગ્લોર સામે રોયલ વિજય, કુલદીપ-અશ્વિન સામે RCB 115માં ઓલઆઉટ

Royal Challengers Bangalore vs Rajasthan Royals IPL Match Result 2022 Know Who Won RCB vs RR IPL Match on 39th march Highlights in Gujarati

IPL 2022 ની 39મી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ (Royal Challengers Bangalore vs Rajasthan Royals) બંને આમને સામને થયા હતા. અશ્વિન અને કુલદીપની બોલીંગના દમ પર રાજસ્થાને ઓછા સ્કોરનુ રક્ષણ કરતા જીત મેળવી છે. જેમાં આ પહેલા રાજસ્થાને રિયાન પરાગની શાનદાર અણનમ અડધી સદીની મદદ થી 144 રન કર્યા હતા. જવાબમાં બેંગ્લોરની ટીમની શરુઆત સારી રહી નહોતી. વિરાટ કોહલી (Virat Kohli) ઓપનીંગમાં મેદાને આવ્યો હતો, પરંતુ તે ફરી એકવાર નિષ્ફળ રહ્યો હતો. કુલદીપ સેન (Kuldeep Sen) અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી. બેંગ્લોરની ટીમ 115 રનમાં જ સમેટાઈ ગઈ હતી અને પુરી 20 ઓવર પણ રમી નહોતી. આમ 29 રને રાજસ્થાને વિજય મેળવ્યો હતો.

વિરાટ કોહલીને ઓપનીંગ માટે મેદાને મોકલ્યો હતો. તેની સાથે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ હતો. પરંતુ બંનેની જોડી બેંગ્લોરને સારી શરુઆત અપાવવામાં સફળ રહી શકી નહોતી. બંને એક બાદ એક ઝડપ થી આઉટ થયા હતા. સૌથી પહેલા વિરાટ કોહલીએ વિકેટ ગુમાવી હતી. તે માત્ર 9 રન જોડીને આઉટ થયો હતો. જ્યારે કેપ્ટન પ્લેસિસ 23 રન 21 બોલમાં નોંધાવી આઉટ થયો હતો.

ગ્લેન મેક્સવેલ શૂન્ય રન પર વિકેટ ગુમાવી બેઠો હતો. તે પ્લેસિસની વિકેટ બાદ આગળના બોલ પર તુરત જ આઉટ થયો હતો. આમ 37 ના સ્કોર પર 3 વિકેટ ગુમાવી હતી. રજત પાટીદારે સ્થિતી સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેનો જુસ્સો 16 રન પર જ અશ્વિને અટકાવી દીધો હતો. સુયશ પ્રભુદેસાઈ 2 રન અને દિનેશ કાર્તિક માત્ર 6 રન પર આઉટ થયો હતો. આમ એક બાદ એક સસ્તામાં વિકેટ ગુમાવવાને લઇને બેંગ્લોર પર મુસીબત સર્જાઈ હતી. વાનિન્દુ હસારંગા પણ 16 રન જ જોડી શક્યો હતો. હર્ષલ પટેલે 8 અને સિરાજે 5 રન જોડ્યા હતા. 20 મી ઓવર પુરી થવાના 3 બોલ પહેલા જ બેંગ્લોરની ટીમ ઓલઆઉટ થઇ ગઈ હતી. આમ ઓછા સ્કોરને પણ સુરક્ષીત રાખવામાં રાજસ્થાનના બોલર સફળ રહ્યા હતા.

અશ્વિન-કુલદીપની શાનદાર બોલીંગ

અશ્વિને આજે શાનદાર બોલીંગ વડે તેના માટે ચર્ચાઓ કરનારાઓને તેણે યોગ્ય જવાબ આપી દીધો હતો. તેમે કસીને બોલીંગ કરીને બેંગ્લોના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા. સાથે જ તેણે મહત્વની 3 વિકેટો પણ ઝડપી હતી. 4 ઓવરમાં માત્ર 17 રન અશ્વિને આપ્યા હતા. કુલદીપ સેને 3.3 ઓવરમાં 20 રન આપ્યા હતા અને તેણે 4 વિકેટ ઝડપી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. યુઝવેન્દ્ર ચહલને વિકેટ નહોતી મળી પરંતુ તેણે પણ 4 ઓવરમાં 23 રન આપ્યા હતા.

આ પણ વાંચો : Arvalli: ચોરી આચરતી ગેંગનો સુત્રધાર અરવલ્લી LCB એ ભિલોડા નજીક થી ઝડપ્યો, સોના-ચાંદીના લગડીઓ અને દાગીના જપ્ત

આ પણ વાંચો : IPL 2022: રોવમેન પોવેલનો ગજબનો દાવો! અંપાયરના કારણે 6 બોલમાં 6 છગ્ગા ના લગાવી શક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/LYCmTpG
via IFTTT
I.T. engineer

إرسال تعليق