Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

MI vs RCB IPL 2022 Match Result: અનુજ રાવત-કોહલી સામે મુંબઈના બોલરો વામળા સાબીત થયા, મુંબઈની સતત ચોથી હાર, બેંગ્લોરે 7 વિકેટે જીત મેળવી

IPL 2022 RCB vs MI Royal Challenges Bangalore beat Mumbai Indians by seven wickets with help of Anuj Rawat and Virat Kohli inning

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં આજે ડબલ હેડરની બીજી મેચમાં અનુજ રાવત (66) અને વિરાટ કોહલી (48)ની શાનદાર ઇનિંગ્સના બળ પર રોયલ ચેલેન્જર્સ બેંગલોર (Royal Challengers Bangalore) એ મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે માત આપી હતી. આ પહેલા સૂર્યકુમાર યાદવના (Surya Kumar Yadav) 37 બોલમાં અણનમ 68 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) મધ્ય ઓવરોમાં નિષ્ફળતા બાદ 6 વિકેટે 151 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. બેંગ્લોરે 18.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો. આ સાથે મુંબઈની આ સતત ચોથી હાર હતી. જ્યારે બેંગ્લોરે સિઝનની સતત ત્રીજી જીત મળી હતી.

બેંગ્લોર માટે અનુજ રાવતે 47 બોલમાં 2 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્ય કુમારે પોતાની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ખાસ કરીને મોહમ્મદ સિરાજ સામે ઘણા રન બનાવ્યા. સિરાજે પોતાની 4 ઓવરમાં કોઈપણ વિકેટ લીધા વગર 51 રન આપ્યા. સુર્યકુમાર યાદવે જયદેવ ઉનડકટ (13* રન) સાથે 72 રનની ભાગીદારી નોંધાવી હતી.

બેંગ્લોરની ધીમી શરૂઆત

152 રનના સરળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની ટીમની શરૂઆત ધીમી રહી હતી. સુકાની ફાફ ડુ પ્લેસિસ અને અનુજ રાવતે પ્રથમ વિકેટ માટે 50 રનની ભાગીદારી નોંધાવી હતી. જયદેવ ઉનડકટે આ ભાગીદારી તોડી હતી. ડુ પ્લેસિસે આઠમા ઓવીપીના પ્રથમ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લોંગ ઓન પર સૂર્યકુમારના હાથે કેચ થયો હતો. ડુ પ્લેસિસે 24 બોલમાં 16 રન બનાવ્યા હતા.

 

અનુજ રાવતે પ્રભાવિત કર્યા

ડુ પ્લેસિસની વિદાય બાદ અનુજ રાવતે સમજદારી પુર્વક ઇનિંગ રમી હતી. વિરાટ કોહલી સાથે મળીને તેણે ટીમના સ્કોરબોર્ડને ચાલતું રાખ્યું અને તેને જીતની નજીક લઈ ગયો. તેણે 14મી ઓવરના પહેલા બોલમાં એક રન લઈને પોતાના 50 રન પૂરા કર્યા. આ તેની પ્રથમ આઈપીએલ અડધી સદી હતી. અહીંથી ટીમની જીતની જવાબદારી સંપૂર્ણપણે આ જોડી પર હતી.

કોહલીને મળ્યું જીવનદાન

આ દરમિયાન બેસિલ થમ્પીએ ભાગીદારી તોડી હતી. પરંતુ ડેવાલ્ડ બ્રેવિસે આસાન તક ગુમાવી દીધી હતી. 15મી ઓવરના પહેલા બોલ પર બ્રેવિસે કોહલીનો કેચ છોડ્યો હતો. જો કે અનુજ રાવતને જીવનદાન મળ્યું ન હતું. તે 17મી ઓવરના પાંચમા બોલ પર રનઆઉટ થયો હતો. રમનદીપના સીધા થ્રોએ તેને આઉટ કર્યો. ડેવાલ્ડ બ્રેવિસે કોહલીને અડધી સદી પૂરી ન કરવા દીધી અને તેને એલબીડબલ્યુ આઉટ કરી દીધો. કોહલીએ 36 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 48 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે આવતાની સાથે જ 2 ચોગ્ગા ફટકારીને ટીમને જીત અપાવી હતી.

મુંબઈને મળી દમદાર શરૂઆત

પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ મુંબઈની ટીમ પાવરપ્લેમાં કોઈ નુકશાન વિના 49 રન બનાવીને સારી સ્થિતિમાં હતી. પરંતુ સાતમી ઓવરમાં બોલિંગ કરવા આવેલા હર્ષલ પટેલે તેના બોલ પર કેચ લઈને રોહિતને આઉટ કર્યો હતો. રોહિતે 15 બોલમાં 26 રનની ઈનિંગમાં 4 ચોગ્ગો અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

હસરંગાની શાનદાર બોલિંગ

વાનિન્દુ હસરંગા (28 રનમાં 2 વિકેટ) એ મુંબઈને નવમી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસ (આઠ)ને એલબીડબ્લ્યુ કરીને બીજો ઝટકો આપ્યો હતો. જ્યારે આગામી ઓવરમાં આકાશ દીપ (20 રનમાં એક વિકેટ) થર્ડમેન પર ઊભેલા સિરાજના હાથે આઉટ થતા ઇશાન કિશનની 28 બોલમાં 26 રનની ઇનિંગનો અંત આવ્યો હતો. આ જ ઓવરમાં તિલક વર્મા પણ ખાતું ખોલાવ્યા વિના ગ્લેન મેક્સવેલના શાનદાર થ્રો પર રનઆઉટ થયો હતો.

બીજો છેડો સુર્યકુમાર યાદવે સંભાળ્યો હતો

બીજા છેડે ઉભેલા સૂર્યકુમાર યાદવે 15મી ઓવરમાં શાહબાઝ સામે છગ્ગો અને ચોગ્ગો ફટકારીને રનરેટને પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો હતો. 17મી ઓવરમાં હસરંગાના બોલને પ્રેક્ષકો સુધી મોકલ્યા બાદ તેણે ત્યારબાદની ઓવરમાં હર્ષલ સામે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે 19મી ઓવરમાં સિરાજ સામે છગ્ગો ફટકાર્યા બાદ એક રન સાથે 32 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ ઓવરમાં તેણે વધુ 2 છગ્ગા ફટકારીને 23 રન બનાવ્યા હતા. હર્ષલ પટેલે 20મી ઓવરમાં માત્ર 7 રન આપ્યા હતા. જેના પર સૂર્યકુમારે છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો.

આ પણ વાંચો : Watch Video: સચિન તેંડુલકરે બસ નંબર 315 સાથે સંબંધિત એક ખાસ સ્ટોરી શેર કરી છે

આ પણ વાંચો : IPL 2022: અમિત મિશ્રાએ ઉંમરને લઇને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મજાક ઉડાવી



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/8sAjz9Y
via IFTTT
I.T. engineer

Post a Comment