Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Mehsana: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે વિરાટ યુવા સંમેલન યોજાયું

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav a huge youth convention held

Mehsana: પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, મહેસાણાને આંગણે 6000થી વધુ યુવા-યુવતીઓનું વિરાટ સંમેલન યોજાયું હતું. બીએપીએસ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા અધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ (Shatabdi Mahotsav)અંતર્ગત યોજાતા વિવિધ કાર્યક્રમ પૈકી બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, મહેસાણા ખાતે 6000 થી વધુ યુવા-યુવતીઓનું વિરાટ યુવા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં BAPS સંસ્થાનના લાઇફ કોચ અને એમીનન્ટ સ્પીકર સંત ડો. પૂ. જ્ઞાનવત્સલ સ્વામી સંમેલનના મુખ્ય વક્તા સંત તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સંમેલનનો મુખ્ય વિષય CHOICE –CHANCES – CHANGES હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ યુવાનોને આજના આધુનિક સમયમાં જીવનલક્ષી યોગ્ય માર્ગદર્શન આપવાનો હતો. આ સંમેલનમાં વિશ્વવંદનીય સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો પરિચય તેમજ વ્યસનમુક્તિ અંગે પ્રેરણા આપતા આકર્ષક VDO શો હતા. જેનાથી યુવાનોએ નિવ્યસની થવાનો સંદેશ પ્રાપ્ત કર્યો હતો. પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ આગામી 15 ડિસેમ્બર 2022 થી 13 જાન્યુઆરી 2023 દરમ્યાન 30 દિવસનો કેવી ભવ્યતા-દિવ્યતાથી ઉજવાશે તેની માહિતી પણ પ્રાપ્ત કરી હતી.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના પાંચમા અધ્યાત્મિક વારસદાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનાં શતાબ્દી મહોત્સવ અંતર્ગત યોજાતા વિવિધ કાર્યક્રમ પૈકી BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર રાધનપુર ચાર રસ્તા મહેસાણા ખાતે BAPS સંસ્થાનના લાઇફ કોચ-પ્રખ્યાત સ્પીકર સંત ડો. પૂ. જ્ઞાનવત્સલ સ્વામીની ઉપસ્થિતી માં એક વિશિષ્ટ સભાનું આયોજન થયું હતું. જેમાં આ વિશિષ્ટ સભાનો વિષય “TO SERVE IS LIFE” કહેતા કે “સેવા એજ જીવન” હતો. “બીજાના સુખમાં આપણું સુખ,બીજાના દુ:ખમાં આપણું દુ:ખ” આ જીવનસૂત્ર સાથે 95 વર્ષના દીર્ઘ આયુષ્કાળ દરમ્યાન ‘સેવા એ જ જીવન’ બનાવી આધ્યાત્મિકતાનાં પાયા પર સમાજસેવાનો આદર્શ પ્રસ્થાપિત કર્યો.

આ સભામાં ગુજરાત રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, જુગલજી લોખંડવાલા- સાંસદ સભ્ય, રમણ પટેલ – ધારસભ્ય, મહેસાણા જિલ્લા અધિક કલેકટર અને દૂધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી સહિત મહેસાણા શહેરના 1100થી વધુ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં “ TO SERVE IS LIFE” અર્થાત સેવા એ જ જીવન વિષયક પ્રેરક પ્રવચનનો લાભ આપતા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વાત કરતાં કહ્યું કે સમાજ સેવા આધ્યાત્મિકતા પાયા પર કરીએ તો જ સમાજની સાચી સેવા કરી શકાય જે પ્રમુખસ્વામી મહારાજ અને પ્રવર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ કરી રહ્યા છે અને તેઓએ આધ્યાત્મિકતાના પાયા પર સમાજ સેવાનો આદર્શ પ્રસ્થાપિત કર્યો છે.

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે ગુજરાતમાં અઢી મહિના દરમિયાન 72 હજારની સેવકોએ 24 લાખ ઘરોનો સંપર્ક કરી સમૂહ પ્રાર્થના સમુહ ભોજન અને ઘર સભાનો સંદેશ આપ્યો એ સમાજ સેવાથી વ્યક્તિને સાચી શાંતિ પ્રાપ્ત થઈ છે. તેમજ 1, મે, 2022થી સમગ્ર ભારતમાં ઉનાળુ વેકેશનમાં હજારો બાળ-બાલિકાઓ એક મહિના દરમિયાન લાખો લોકોને વ્યસન મુક્ત કરશે. કેટલાય બાળકો અનાથ થતા અટકશે, કેટલીય મહિલાઓ વિધવા થતા બચશે તે સાચી સમાજ સેવા થાય છે. એટલે સમાજસેવા આધ્યાત્મિકતાના પાયા પર કરવાથી મનમાં ભગવાન નો પ્રવેશ થાય છે અને સેવાના ગુણ આવે છે. જે પ્રમુખસ્વામી મહારાજે ભુજ ભૂકંપ, મોરબી મચ્છુ ડેમ,અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી જેવી કુદરતી આફતોમાં કરેલી સેવાથી સૌના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું અને આજે વર્તમાનકાળે પ્રગટ ગુરુહરિ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ આધ્યાત્મિકતાના પાયા પર સમાજ સેવા કરી રહ્યા છે.

આ પણ વાંચો :Valsad: લો બોલો હવે ખેતરોમાં CCTV, ખેડૂતોને હવે કેરી ચોરીનો ડર !

આ પણ વાંચો :Gujarat Foundation Day : ગુજરાત સ્થાપના દિને પાટણ જિલ્લાને મળશે 369 કરોડના 429 વિકાસના કામોની ભેટ



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/EHtKJqs
via IFTTT
I.T. engineer

Post a Comment