Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

LSG vs RCB IPL Match Result: બેંગલુરુએ લખનૌને 18 રને હરાવ્યું, સુકાની ફાફની 96 રનની ઇનિંગ તો હેઝલવુડે ઝડપી 4 મહત્વની વિકેટ

lsg-vs-rcb-ipl-match-result-Royal Challengers Bangalore beat Lucknow Super Giants by 18 runs

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ટીમે શાનદાર પ્રદર્શન કરતા 5મી જીત નોંધાવી છે. બેંગ્લોર ટીમે લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ને 18 રને હરાવીને આ જીત નોંધાવી હતી. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હવે પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ને 18 રનથી હરાવ્યું.

લખનૌને હરાવવામાં બેંગ્લોર ટીમના સુકાની ફાફ ડુ પ્લેસિસ (Faf du Plassis) અને તેના ઝડપી બોલર જોશ હેઝલવુડ (Jos Hazelwood) એ મહત્વનો ફાળો ભજવ્યો હતો. બેંગ્લોરના સુકાની ડુ પ્લેસિસની ઇનિંગ્સે ટીમને સારા ટોટલ સુધી પહોંચાડી હતી અને પછી તેનો બચાવ કરવામાં બોલ સાથે હેઝલવુડની મુખ્ય ભૂમિકા હતી.

IPL 2022 માં અત્યાર સુધી રમાયેલી 7 મેચો બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ની આ 5મી જીત છે. આ જીત બાદ તેના પોઈન્ટ ટેલીમાં 10 પોઈન્ટ થઈ ગયા છે. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં ત્રીજી હારને કારણે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) પાસે ફક્ત 8 પોઈન્ટ છે અને તે પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર સરકી ગઇ છે.

લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ 163 રન જ કરી શકી હતી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે જીત માટે 182 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ લખનૌની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. લખનૌની 8 વિકેટમાં માત્ર RCB ના ઝડપી બોલર જોશ હેઝલવુડે 4 વિકેટ ઝડપી હતી. હેઝલવુડે 4 ઓવરમાં 25 રન આપીને 4 વિકેટ લીધી હતી. લખનૌ તરફથી કોઈપણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો ન હતો. સૌથી વધુ 42 રન કૃણાલ પંડ્યાના બેટમાંથી આવ્યા હતા.

 

ડુ પ્લેસીસે કેપ્ટન ઇનિંગ રમી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ ટોસ હારતા પહેલા બેટિંગ માટે મેદાન પર ઉથરી હતી. બેંગ્લોર ટીમે પહેલી જ ઓવરમાં વિરાટ કોહલી અને અનુજ રાવતની વિકેટ ગુમાવી ત્યારે તેના નિર્ણયે પણ રંગ દેખાડ્યો હતો. ત્યારબાદ જોત જોતામાં 62 રનમાં 4 વિકેટ પડી ગઈ હતી. પરંતુ ફાફ ડુ પ્લેસિસે લખનૌના ખેલાડીઓની આરસીબીને સસ્તી બનાવવાની યોજનાને નિષ્ફળ જવા દીધી.

ફાફ ડુ પ્લેસિસની અડધી સદી જીતનું કારણ બની હતી

ફાફ ડુ પ્લેસિસે મેચમાં 64 બોલમાં 96 રન બનાવ્યા હતા. આઈપીએલમાં આ તેનો સર્વોચ્ચ સ્કોર છે. આ સાથે તે ડેવિડ વોર્નર પછી તેની 100મી IPL ઇનિંગ્સમાં 50 પ્લસનો સ્કોર કરનાર બીજો વિદેશી બેટ્સમેન બન્યો. ફાફ ડુ પ્લેસિસના 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 181 રન બનાવી શકી, જેના કારણે લખનૌ સુપર જાયન્ટ્સ તેને પાર કરવામાં નિષ્ફળ રહી.

આ પણ વાંચો : IPL 2022 : અઝહરુદ્દીને મુંબઈ ઈન્ડિયન્સને આપી સલાહ, નસીબ બદલવા પ્લેઈંગ ઈલેવનમાં ‘તેંડુલકર’ સરનેમ ઉમેરવી પડશે

આ પણ વાંચો : IPL 2022 : લીગમાં અત્યાર સુધી 2 થી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ પર કરીએ એક નજર



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/KrWbH1X
via IFTTT
I.T. engineer

Post a Comment