Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: શ્રેયસ અય્યર જીતેલી મેચ હાર્યા બાદ કોચ બ્રેન્ડન મેક્કુલમ પર ગુસ્સે થયો, વિડિયો થયો વાયરલ

IPL 2022: Shreyas Iyer gets angry with coach Brendon McCullum after losing match, video goes viral

IPLની 30મી મેચમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) રોમાંચક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું. આ મેચમાં 218 રનના ટાર્ગેટનો પીછો કરતા કોલકાતા 210 રન જ બનાવી શકી હતી. કોલકાતા માટે સુકાની શ્રેયસ અય્યરે (Shreyas Iyer) શાનદાર પ્રદર્શન કર્યું હતું. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. તેણે 85 રનની ઇનિંગ રમી હતી. જોકે, મેચ દરમિયાન તેની અને ટીમના કોચ બ્રેન્ડન મેક્કુલમ વચ્ચે દલીલ થઈ હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ કારણથી નારાજ હતો શ્રેયસ અય્યર

કોલકાતાની ઇનિંગ્સની 17મી ઓવરના ચોથા બોલ પર યુઝવેન્દ્ર ચહલે શ્રેયસ અય્યરને આઉટ કર્યો હતો. આઉટ થયા બાદ જ્યારે ઐયર પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે ડગઆઉટની બહાર કોચ બ્રેન્ડન મેક્કુલમના નિર્ણયને કારણે તે ગુસ્સે થયો હતો. વાસ્તવમાં મેક્કુલમે કમિન્સ પહેલા માવીને મોકલ્યો હતો. જેના કારણે શ્રેયસ અય્યર ઘણો નિરાશ થયો હતો. જેના પર તે કોચ મેક્કુલમ પર ગુસ્સે થયો હતો. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે મેક્કુલમનો આ દાવ પણ કોઈ ચમત્કાર દેખાડી શક્યો ન હતો. ચહલના આગલા બોલ પર મોટો શોટ મારવાના પ્રયાસમાં શિવમ માવીને રેયાન પરાગના હાથે કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ આવેલ પેટ કમિન્સ પણ કંઈ ખાસ કરી શક્યો ન હતો અને ચહલના બોલ પર આઉટ થયો હતો. આ જ ઓવરમાં ચહલે છેલ્લા 3 બોલમાં વિકેટ લઈને આ સિઝનની પ્રથમ હેટ્રિક લીધી હતી. સતત 3 વિકેટ લીધા બાદ ઉમેશ યાદવે કોલકાતા માટે કેટલાક મોટા શોટ લગાવ્યા હતા પરંતુ તે પણ ટીમને જીત અપાવી શક્યા ન હતા.

કોલકાતાને મળી ચોથી હાર

કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમ માટે આ સીઝનમાં અત્યાર સુધી કંઈ ખાસ કરી શકી નથી. ટીમે 3 મેચ જીતી છે. જ્યારે 4 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત તે આ સમયે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાન પર છે.

આ પણ વાંચો : IPL 2022 : લીગમાં અત્યાર સુધી 2 થી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ પર કરીએ એક નજર

આ પણ વાંચો : IPL 2022: ટીમોએ મુકેલો ભરોસો ઊંધો પડ્યો! જે ખેલાડીઓને જાળવી રાખ્યા હતા, હવે તે જ ટીમની તકલીફ બની રહ્યા છે



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/TB3CdWX
via IFTTT
I.T. engineer

Post a Comment