Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત પાસેથી એક હાથે શોટ્સ રમતા શીખવા માંગુ છું: ડેવિડ વોર્નર

IPL 2022: I want to learn one-handed shots from Delhi Capitals captain Rishabh Pant: David Warner

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી ડેવિડ વોર્નરે (David Warner) કહ્યું કે તે ફરી એકવાર દિલ્હી ફ્રેન્ચાઇઝીમાં જોડાવા માટે ઉત્સાહિત છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીએ 2009માં દિલ્હી ફ્રેન્ચાઈઝી સાથે તેની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરી હતી.

ઓસ્ટ્રેલિયાના આ ખેલાડી ડેવિડ વોર્નરે કહ્યું કે, “ફ્રેન્ચાઇઝીમાં પાછા આવવું રોમાંચક છે. આ ટીમે મારી IPL કારકિર્દીની શરૂઆતમાં મોટો ભાગ ભજવ્યો હતો. આસપાસ કેટલાક પરિચિત ચહેરાઓ છે અને કેટલાક નવા ચહેરાઓ છે. આ કારણથી જ હું સામેલ થવા માટે ઉત્સાહિત છું.”

રિષભ પંત પાસેથી એક હાથે રમવાનું શીખવું છેઃ ડેવિડ વોર્નર

જ્યારે દિલ્હી કેપિટલ્સના સુકાની રિષભ પંત વિશે પૂછવામાં આવ્યું તો ડેવિડ વોર્નરે કહ્યું, “હું રિષભ પંત પાસેથી એક હાથે શોટ રમવાનું શીખવા માંગુ છું. તે એક યુવા ખેલાડી છે. જે નેતૃત્વ કરવાનું શીખે છે અને ભારતીય ટીમનો અભિન્ન ભાગ રહ્યો છે. હું ઉત્સાહિત છું અને તેની સાથે બેટિંગ કરવા માટે હવે વધુ રાહ જોઈ શકતો નથી.”

 

વોર્નરે પુર્વ સાથી અને દિલ્હીના કોચ પોન્ટિંગના કર્યા વખાણ

ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ સાથે કામ કરવાની તક વિશે પણ વાત કરી હતી. તેણે વધુમાં કહ્યું કે, “રિકી પોન્ટિંગને દિલ્હી ટીમ સાથે ઘણી સફળતા મળી છે. તે ઓસ્ટ્રેલિયા માટે એક મહાન ખેલાડી હતા અને હવે કોચ તરીકે ખૂબ જ સન્માનિત છે. હું તેની સાથે કામ કરીને રોમાંચિત છું.”

 

વોર્નરે આગામી મેચને લઇને કહી મહત્વની વાત

લખનૌ સુપર જાયન્ટ્સ સામે દિલ્હી કેપિટલ્સની આગામી મેચ વિશે ડેવિડ વોર્નરે કહ્યું કે, “અમારે ફક્ત અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવાનું છે અને સંપૂર્ણ રમત રમવાની જરૂર છે. રમતમાં ફિલ્ડિંગ સૌથી મોટું પરિબળ છે અને જો અમે અમારા કેચ અને ફિલ્ડિંગ સારી રીતે કરીશું તો અમે આ ટૂર્નામેન્ટમાં ઘણો આગળ વધી શકીશું.”

દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં અત્યાર સુધી કુલ બે મેચ રમી છે. જેમાં પહેલી મેચમાં પાંચ ટાઇટલ જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમને 4 વિકેટથી માત આપી હતી. તો બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો : ‘બાયો-બબલ’ યુગ ટૂંક સમયમાં સમાપ્ત થશે, BCCI બે ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સાથે કરશે આ પ્રયોગ

આ પણ વાંચો : KKR vs MI: રોહિત શર્મા IPL માં ઉમેશ યાદવ સામે લાચાર, વધુ એકવાર ‘હિટમેન’ નો ફ્લોપ શો



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/C50oimG
via IFTTT
I.T. engineer

Post a Comment