ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રવિવારની ડબલ હેડર મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) નો મુકાબલો લખનૌ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) સાથે થશે. આ દિવસની બીજી મેચ અને IPL ની 20મી મેચ હશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સાંજે રમાનારી આ મેચ ઘણી રસપ્રદ રહી શકે છે. IPL 2022 માં રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચેની આ પ્રથમ મેચ હશે. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે અત્યાર સુધી રમાયેલી 4 માંથી 3 મેચ જીતી છે. તે પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ ટીમની વાત કરીએ તો તેણે 3 માંથી 2 મેચ જીતી છે અને પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
રાજસ્થાન ટીમે તેની છેલ્લી મેચ બેંગ્લોર સામે રમી હતી. જેમાં તેને 4 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ લખનૌની ટીમે દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી. મેચમાં ઝડપી બેટિંગ કરતા ક્વિન્ટન ડી કોકે 80 રન બનાવ્યા હતા. IPL 2022 માં હાલ બંને ટીમો સંતુલિત દેખાઈ રહી છે. તેથી આ મેચમાં સખત સ્પર્ધાની અપેક્ષા રાખી શકાય છે. સંજુ સેમસને અત્યાર સુધી પોતાની કેપ્ટનશિપથી પ્રભાવિત કર્યા છે. ભવિષ્યમાં પણ તેની પાસેથી આશા રહેશે.
બંને ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રાજસ્થાન રોયલ્સઃ સંજુ સેમસન (સુકાની), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ, રવિચંદ્રન અશ્વિન, પ્રણંદ કૃષ્ણા, નવદીપ સૈની.
લખનૌ સુપર જાયન્ટ્સઃ કેએલ રાહુલ (સુકાની), ક્વિન્ટન ડી કોક, એવિન લુઈસ, દીપક હુડા, કૃણાલ પંડ્યા, કૃષ્ણપ્પા ગૌતમ, આયુષ બદોની, જેસન હોલ્ડર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, એન્ડ્રુ ટાય.
પિચ અને વાતાવરણની જાણકારી
વાનખેડે સ્ટેડિયમમાં ટોસ જીતીને ફિલ્ડિંગ કરવી યોગ્ય રહેશે. અહીં પિચ બોલરોને શરૂઆતમાં મદદ કરે છે. ઝાકળને કારણે લક્ષ્યાંકનો પીછો કરતી વખતે લક્ષ્ય હાંસલ કરવું સરળ બનશે. પ્રથમ બેટિંગ કરનારી ટીમે ઓછામાં ઓછા 180 રન બનાવવું જોઈએ.
મેચનું જીવંત પ્રસારણ
મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. તેનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય Hotstar એપ્લીકેશનનો ઉપયોગ કરતા યુઝર્સ તેને ત્યાં લાઈવ જોઈ શકે છે.
આ પણ વાંચો : IPL 2022: અમિત મિશ્રાએ ઉંમરને લઇને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મજાક ઉડાવી
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/wpRaYJU
via IFTTT