Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022, PBKS vs CSK: રાયડુની ધમાકેદાર ઇનિંગ ચેન્નઈને જીતાડી ન શકી અને પંજાબે 11 રને મેચ જીતી લીધી

IPL 2022 PBKSvsCSK Punjab Kings beat Chennai Super Kings by 11 runs

મુંબઈના વાનખેડે ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 38મી મેચમાં પંજાબ કિંગ્સે (Punjab Kings) ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ને 11 રનથી હરાવ્યું હતું. પંજાબની 8 મેચોમાં આ ચોથી જીત છે. આ સાથે જ ચેન્નાઈની 8 મેચોમાં આ છઠ્ઠી હાર છે. પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 176 રન જ બનાવી શકી હતી. એક સમયે એવું લાગતું હતું કે અંબાતી રાયડુ સરળતાથી ચેન્નાઈને જીત અપાવી દેશે. પરંતુ 18મી ઓવરમાં કાગિસો રબાડા (Kagiso Rabada) એ માત્ર 6 રન આપીને અને રાયડુને આઉટ કરીને પંજાબ કિંગ્સનો વિજય સુનિશ્ચિત કર્યો હતો.

અંબાતી રાયડુ અને સુકાની રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા અને ચેન્નાઈને 18 બોલમાં 41 રન બનાવવાના હતા. આવા સમયે એવું લાગી રહ્યુ હતું કે ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ આ મેચ જીતી જશે. પરંતુ અંબાતી રાયડુ 18મી ઓવરમાં 78 રન બનાવી આઉટ થઈ ગયો હતો. કાગિસો રબાડાએ આ ઓવરમાં માત્ર 6 રન આપીને પોતાની ટીમની જીત નિશ્ચિત કરી હતી. રાયડુએ પોતાની ઇનિંગમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા.

ચેન્નઈની શરૂઆત ઘણી ખરાબ રહી

પંજાબ તરફથી મળેલા 188 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર રોબિન ઉથપ્પા માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલા મિશેલ સેન્ટનર 15 બોલમાં 9 રન જ બનાવી શક્યો હતો. આ સાથે જ શિવમ દુબે પણ 8 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. 40 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ ગાયકવાડ અને રાયડુએ 39 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ગાયકવાડ સારી શરૂઆતને મોટી ઇનિંગ્સમાં બદલી શક્યો ન હતો.

 


ગાયકવાડે 27 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા હતા. રાયડુએ 39 બોલમાં 78 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેના બેટમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગા લાગ્યા હતા. આ સાથે જ જાડેજા 16 બોલમાં 21 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તે જ સમયે, ધોનીએ 8 બોલમાં એક ફોર અને એક સિક્સરની મદદથી 12 રન બનાવ્યા હતા.

બોલિંગમાં પંજાબ તરફથી ઋષિ ધવન અને કાગીસો રબાડાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય સંદીપ શર્મા અને અર્શદીપ સિંહને 1-1 સફળતા મળી હતી. આ પહેલા પંજાબ કિંગ્સે શિખર ધવનના 59 બોલમાં અણનમ 88, ભાનુકા રાજપક્ષેના 32 બોલમાં 42 અને લિયામ લિવિંગસ્ટોનના 7 બોલમાં 19 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 187 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : IPL 2022 : CSKના કરોડપતિ ખેલાડીએ IPLને અધવચ્ચે જ છોડી દીધી, ઘરે જઈને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા

આ પણ વાંચો : IPL 2022: ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા વિરાટ કોહલીનો જૂનો વિડિયો થયો વાયરલ, પોતે કહી રહ્યો છે કે કેવી રીતે કરશે વાપસી



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/1o0KS4i
via IFTTT
I.T. engineer

Post a Comment