Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: જોસ બટલરે છગ્ગા-ચોગ્ગાનો વરસાદ કર્યો, IPL કારકિર્દીની ત્રીજી સદી ફટકારી

IPL 2022: Jos Buttler plays superb innings, scores third century of IPL career

જોસ બટલર (Jos Buttler) ઝડપી ક્રિકેટનો બોસ છે અને તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે હંગામો મચાવીને ફરી એકવાર આ સાબિત કર્યું છે. તેણે તોફાની સદી ફટકારી હતી. જે આઈપીએલ (IPL 2022) ની 15મી સિઝનમાં તેના બેટથી બીજી સદી અને તેની આઈપીએલ કારકિર્દીની ત્રીજી સદી છે. બટલરની આ ધમાકેદાર સદીએ કોલકાતા નાઈટ રાઈડર્સની છાવણીમાં હલચલ મચાવી દીધી છે. બટલરની ફટકાથી કોલકાતા ધરાશાહી થઈ ગયું હતું. જ્યારે બટલરે મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો.

જોસ બટલર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે દેવદત્ત પડિકલ સાથે શરૂઆતની વિકેટ માટે 9.4 ઓવરમાં 97 રન ઉમેર્યા. દેવદત્ત 24 રન બનાવીને આઉટ થયો. પરંતુ બટલર એક છેડો પકડીને ઊભો રહ્યો. દેવદત્ત આઉટ થવા છતાં તેમના પર કોઈ અસર થઈ ન હતી અને નીડરતાથી બેટિંગ કરીને શાનદાર સદી ફટકારી હતી.

IPL 2022 માં બટલરને બીજી સદી ફટકારી

જોસ બટલરે આઈપીએલ 2022માં સિક્સર વડે તેની બીજી સદી પુરી કરી હતી. આ પહેલા તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 100 રન બનાવ્યા હતા. કોલકાતા સામે તેણે 61 બોલમાં 103 રન બનાવ્યા. જેમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 168 થી ઉપર રહ્યો છે. આ તોફાની ઇનિંગ દરમિયાન બટલરે 59 બોલમાં પોતાની સદી ફટકારી હતી.

ઓપનિંગ કરવા આવેલા જોસ બટલર (Jos Buttler) કોલકાતા સામે પ્રથમ 2 ઓવરમાં જ શાંત રહ્યો. એકવાર પીચનો મૂડ સમજી ગયો અને તેણે ત્યારબાદ રન બનાવવાનું શરૂ કરી દીધું. કોલકાતાના ખેલાડીઓ મેદાન પર ચારેય તરફ દોડતા જોવા મળ્યા. તે જ્યાં ઇચ્છતો હતો ત્યાં તેણે રન બનાવ્યા હતા. તેણે કોલકાતા ટીમના દરેક બોલરને ટાર્ગેટ કર્યો હતો. જ્યારે તે આઉટ થયો ત્યાં સુધીમાં તેણે રાજસ્થાનને સારી સ્થિતિમાં મૂકી દીધું હતું.

આ પણ વાંચો : ‘Will you Marry me Shreyas Iyer?’… સ્ટેડિયમની બહાર ચાહકે કોલકાતાના સુકાનીને આ રીતે કર્યું પ્રપોઝ

આ પણ વાંચો : RR vs KKR Live Cricket Score, IPL 2022 : રાજસ્થાન ટીમે કોલકાતાના જીતવા માટે 218 રનનો લક્ષ્યાંક આપ્યો, બટલરના આક્રમક 103 રન



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/qLAw97y
via IFTTT
I.T. engineer

Post a Comment