ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમે ધમાકેદાર પ્રદર્શન કરીને આ સિઝનનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે રમાયેલી મેચમાં વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે (Jos Buttler) રાજસ્થાન રોયલ્સ વતી સદી ફટકારી હતી. જેના કારણે રાજસ્થાનની ટીમ 20 ઓવરમાં 222 રન જ બનાવી શકી હતી. આ સાથે તે આ સિઝનનો સૌથી મોટો સ્કોર પણ બની ગયો છે.
દિલ્હીના બોલરોના પરશેવા છુટ્યા
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL સિઝન 15ની 34મી મેચમાં સંજુ સેમસન (Sanju Samson) ની રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ટીમે ઋષભ પંત (Rishabh Pant) ની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સ સામે ખૂબ જ સખત પડકાર રજૂ કર્યો છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરે 65 બોલમાં 9 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી દિલ્હીના બોલરોના બોલ પર આગનો વરસાદ વરસાવીને પોતાની ટીમને આ સિઝનના ઉચ્ચ સ્કોર સુધી પહોંચાડી દીધી છે.
જોસ બટલરે સિઝનની ત્રીજી સદી ફટકારી
હાલમાં આઈપીએલની આ સિઝનમાં જોસ બટલરની આ ત્રીજી સદી છે. આ સાથે તેણે શિખર ધવન અને ક્રિસ ગેલને પાછળ છોડી દીધા છે. જેણે એક સિઝનમાં 2-2 સદી ફટકારી છે. દિલ્હી સામે રમાયેલી મેચ દરમિયાન બટલર અને પડિકલે પ્રથમ વિકેટ માટે 155 રનની ભાગીદારી નોંધાવી હતી. જેમાં દેવદત્ત પડિકલે 35 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
Yeh Ab Normal Hai. pic.twitter.com/p5qE7tDtRU
— Rajasthan Royals (@rajasthanroyals) April 22, 2022
રાજસ્થાન રોયલ્સે બનાવ્યો સિઝનનો હાઈ સ્કોર
મેચ દરમિયાન રાજસ્થાને નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. આઈપીએલની આ સિઝનનો આ સર્વોચ્ચ સ્કોર છે. આ મેચમાં દિલ્હીની બોલિંગ સંપૂર્ણ ફ્લોપ રહી હતી અને તમામ બોલરો મોંઘા સાબિત થયા હતા. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને મુસ્તાફિઝુર રહેમાનને એક-એક વિકેટ મળી હતી. હવે જોવાનું એ રહે છે કે દિલ્હીની ટીમ 223 રનનો ટાર્ગેટ હાંસલ કરવામાં સફળ રહેશે કે કેમ.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં પડી છે તિરાડ? જૂથમાં વહેંચાઈ ગયા છે ખેલાડીઓ જેના કારણે મળી રહી છે સતત હાર!
આ પણ વાંચો : RR vs DC, IPL 2022: બટલરના ‘જોશ’ પર રાજસ્થાને દિલ્હી સામે ખડક્યો 222 રનનો સ્કોર, ઓપનીંગ જોડીની દોઢસો રનની પાર્ટનરશીપ
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/jVA3ncG
via IFTTT