IPL 2022 માં શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ શાનદાર પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને 15 રનથી હરાવ્યું. આ મેચ અંત સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને રાજસ્થાને જીત મેળવી હતી. 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ સારી રમત દાખવી હતી. પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતા અને ટીમ મેચ હારી ગઈ હતી. દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 44 રન, લલિત યાદવે અને પૃથ્વી શોએ 37-37 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રોમેન પોવેલે 15 બોલમાં 36 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે પ્રસિદ્ધ કૃષ્ણાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકકોયને 1-1 વિકેટ મળી હતી.
દિલ્હીના કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની તમામ યોજનાઓ બોલરોના ભરોસે રાખીને ઘડીને પ્રથમ બોલીંગ પસંદ કરી તો તેનો દાવ રાજસ્થાનના ઓપનરોએ ઉંધો પાડી દીધો હતો. બટલરની બેટીંગના જોશને જોતા દિલ્હીના બોલરોને જાણે મેદાનમાં હોશ જ ના રહે તેવી સ્થિતી હતી. બંને ઓપનરો બટલર-પડિક્કલરે દિલ્હીના બોલરોને પરસેવે રેબઝેબ કરી દેતી બેટીંગ કરી હતી. સંજૂ સેમસને પણ તોફાની બેટીંગ કરી હતી. સેમસને 19 બોલમાં 46 રનની જબરદસ્ત ઈનીંગ 3 છગ્ગા અને 5 ચોગ્ગા વડે રમી હતી. આ દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 242.11 ની હતી.
બટલરે શાનદાર શતક 57 બોલમાં ફટકાર્યુ હતુ. તેણે શતક ફટકારવા દરમિયાન 8 છગ્ગા ફટકારીને આતશબાજી કરી દીધી હતી. દેવદત્ત પડિક્કલ સાથે મળીને બંને 155 રનની ભાગીદારી રમત રમી હતી. જોકે 16 ઓવરના પ્રથમ બોલે પડિક્કલ ખલિલ અહેમદનો શિકાર થયો હતો. તે એલબીડબલ્યુ આઉટ થયો હતો. જોકે તેણે અડધી સદી નોંધાવી હતી. પડિક્કલે 35 બોલમાં 54 રન ફટકાર્યા હતા. આ દરમિયાન તેણે 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. બટલર 65 બોલનો સામનો કરીને 116 રન નોંધાવીને મુસ્તફિઝુરના બોલ પર વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 9 છગ્ગા ઇનીંગમાં ફટકાર્યા હતા.
That’s that from Match 34. @rajasthanroyals take this home by a 15-run win.
Scorecard – https://t.co/IOIoa87Os8 #DCvRR #TATAIPL pic.twitter.com/D2JXBfMTSp
— IndianPremierLeague (@IPL) April 22, 2022
બોલરો રાજસ્થાન સામે લાચાર!
આજે કુલદીપ યાદવ ખર્ચાળ બોલર સાબિત થયો હતો. તેણે 3 ઓવરમાં 40 રન ગુમાવ્યા હતા. આમ તેની સરેરાશ 13.30 ની હતી. જ્યારે ખલિલ અહેમદે અને મુસ્તફિઝુર રહેમાન બંનેએ એક એક વિકેટ ઝડપી હતી. જોકે દિલ્હીના તમામ બોલરોએ સરેરાશ 10 ની એવરેજથી રન ગુમાવ્યા હતા અને તેઓ વિકેટ મેળવવામાં સફળ નહી થવા સાથે રન રોકવામાં પણ સફળ થઇ શક્યા નહોતા. બટલર બાદ સેમસને પણ તોફાન જારી જ રાખ્યુ હતુ, જેને દિલ્હીના એક પણ બોલર અંકુશમાં લઇ શક્યા ન હતા.
આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સમાં પડી છે તિરાડ? જૂથમાં વહેંચાઈ ગયા છે ખેલાડીઓ જેના કારણે મળી રહી છે સતત હાર!
આ પણ વાંચો : KKR vs GT Prediction Playing XI IPL 2022: હાર્દિક પંડ્યા ટીમમાં પરત ફરશે, કોલકાતા સ્ટાર બોલરને કરશે બહાર!
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/PnjLCav
via IFTTT