ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) IPL 2022 માં તેમનું શાનદાર ડેબ્યૂ ચાલુ રાખ્યું છે અને ટીમે સતત ત્રીજી જીત સાથે અજેય સિલસિલો જાળવી રાખ્યો છે. રાહુલ તેવટિયાના છેલ્લા 2 બોલમાં 2 જબરદસ્ત સિક્સરની મદદથી ગુજરાતે પંજાબને 6 વિકેટે હરાવ્યું હતું. પંજાબે લિયામ લિવિંગ્સ્ટનની તોફાની અડધી સદીની મદદથી ફરી એકવાર 189 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પરંતુ ગુજરાત ટીમના ઓપનર શુભમન ગીલે (Shubman Gill) તેનો જવાબ બીજી શાનદાર ઇનિંગ્સથી આપ્યો હતો. જોકે શુભમન ગિલ સદી ચૂકી ગયો હતો. પરંતુ તેવટિયા છેલ્લી ઓવરમાં પોતાનું કામ ચૂક્યો ન હતો અને ફરી એક વખત ટીમને રોમાંચક જીત અપાવી હતી. જ્યારે પંજાબને ચાર મેચમાં બીજી હાર મળી હતી.
ગુજરાતને છેલ્લી ઓવરમાં 18 રનની જરૂર હતી અને ડેવિડ મિલર સાથે સુકાની હાર્દિક પંડ્યા ક્રિઝ પર હતો. હાર્દિક પ્રથમ બોલ પર રનઆઉટ થયો હતો. ત્યારબાદ ડેવિડ મિલરે ચોગ્ગો ફટકાર્યો હતો. જોકે આ પછી છેલ્લી ઓવર કરી રહેલા ઓડિયન સ્મિથે મોટી ભૂલ કરી હતી. સ્મિથે બોલને વિકેટ પર ફટકારવાનો પ્રયાસ કરતા ઓવરથ્રોનો રન આપ્યો. ત્યારબાદ 2 બોલમાં 12 રનની જરૂર હતી અને તેવટિયાએ જે કર્યું તે તમામ ક્રિકેટ ચાહકો જોતા રહી ગયા. તેવટિયાએ સતત 2 બોલમાં 2 છગ્ગા ફટકારીને પોતાની નવી ટીમને વધુ એક યાદગાર જીત અપાવી હતી.
. . ! @rahultewatia02 creams two successive SIXES on the last two deliveries as the @hardikpandya7-led @gujarat_titans beat #PBKS & complete a hat-trick of wins in the #TATAIPL 2022! #PBKSvGT
Scorecard https://t.co/GJN6Rf8GKJ pic.twitter.com/ke0A1VAf41
— IndianPremierLeague (@IPL) April 8, 2022
જો પંજાબની ઇનિંગ્સની વાત કરીએ તો સતત બીજી મેચમાં આ વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટનની આસપાસ ફર્યો હતો. કેપ્ટન મયંક અગ્રવાલ ફરીથી ફ્લોપ થયો અને બીજી ઓવરમાં આઉટ થયો. આવી સ્થિતિમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ધમાકેદાર અડધી સદી ફટકાર્યા પછી, લિવિંગસ્ટને ગુજરાત સામે બીજી વિસ્ફોટક ઇનિંગ રમી અને માત્ર 27 બોલમાં 64 રન (7 ચોગ્ગા, 4 છગ્ગા) બનાવ્યા. લિવિંગસ્ટને માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી અને શિખર ધવન સાથે 52 રનની ભાગીદારી કરી હતી.
ધવને ફરી એકવાર શરૂઆત કરી હતી પરંતુ તે ઝડપી રન બનાવી શક્યો નહોતો અને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. લિવિંગસ્ટન 16મી ઓવરમાં રાશિદનો શિકાર બન્યો અને ત્યાં સુધીમાં ટીમનો સ્કોર 153 રન થઈ ગયો હતો. તેની સાથે જિતેશ શર્મા (11 બોલમાં 23 રન)એ રાહુલ તેવટિયા પર સતત 2 સિક્સર ફટકારીને પોતાનું આક્રમક વલણ દર્શાવ્યું હતું. પરંતુ આ બંનેના આઉટ થયા બાદ બાકીના બેટ્સમેનો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.
અંતમાં નંબર 9 પર આવેલ બેટ્સમેન રાહુલ ચહર (14 બોલમાં અણનમ 22, બે ચોગ્ગા અને એક છગ્ગા) અને 11માં નંબરના બેટ્સમેન અર્શદીપ સિંહ (પાંચ બોલમાં અણનમ 10) એ ઉપયોગી યોગદાન આપ્યું હતું. પંજાબને 200નો આંકડો પાર કરતા રોકવામાં અનુભવી સ્પિનર રાશિદ ખાને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે માત્ર 22 રનમાં 3 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો : IPL 2022: લિયામ લિવિંગસ્ટોને આ સિઝનની બીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/VMXBGgd
via IFTTT