Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Gujarat Foundation Day : ગુજરાત ગૌરવ દિવસે “ગાશે ગુજરાત પાટણ ગાન” સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે

Gujarat Foundation Day Celebration

ગુજરાતના સ્થાપના દિવસ(Gujarat Fondation Day) અંતર્ગત પાટણ(Patan) ખાતે યોજાઇ રહેલા  ગુજરાત ગૌરવ દિવસની(Gujarat Gaurav Day) ઉજવણી પ્રસંગે પાટણને ગૌરવ ગાનથી નાગરિકો પરીચીત થાય તે માટે વહીવટીતંત્ર દ્વારા 01 મે રવિવારના રોજ સાંજે 07-30 કલાકે યુનિવર્સીટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે સાંસ્કૃતિક કાર્યક્મોનું આયોજન કરાયું છે. પદ્મશ્રી વિષ્ણું પંડ્યા લિખિત ‘ગાશે ગુજરાત પાટણ ગાન’ માં પાટણની પ્રભુતા ઉજાગર થશે.  આ સંસ્કૃતિક કાર્યક્રમમાં ગુજરાત તેમજ પાટણની યશગાથા વર્ણવામાં આવશે  ગુજરાતની યશગાથા વર્ણવતા ગીતો ને વિવિધ નૃત્ય સ્વરૂપે ગુજરાતના ૧૭૫ જેટલા પ્રસિધ્ધ કલાકારો દ્વારા મંચ પર રજૂ કરવામાં આવશે.

પાટણના સ્થાનિક ઇતિહાસ અને પાટણ ની પ્રભુતાને આ કાર્યક્રમમાં સુંદર રીતે વર્ણવવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને સ્વાતંત્ર્ય સમરના મહા- નાયકો ની વંદના કરવામાં આવશે.  ‘ગાશે ગુજરાત પાટણ ગાન’ કાર્યક્રમમાં પાટણ, પાલનપુર, ભૂજ, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદના કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.

પોલીસ દ્વારા દિલધડક કરતબોનું આયોજન

પાટણ કોલેજ ગ્રાઉન્ડ ખાતે પોલીસ પરેડ નિરીક્ષણ સહિત વિવિધ કાર્યક્મોનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં પોલીસ વિભાગ પણ સહભાગી બન્યો છે. નાગરિકોનો ઉત્સાહ જળવાઇ રહે તે માટે તેમજ પોલીસની વિવિધ કામગીરીથી નાગરિકો અવગત થાય તે હેતુથી પોલીસ દ્વારા વિવિઘ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ કાર્યક્મોમાં પરેડ, રાયફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો, બેન્ડ ડિસ્પલે સહિત સાંસ્કૃતિ કાર્યક્મોનું આયોજન કરાયું છે.

પોલીસ હેડ ક્વાટર્સ પાટણ ખાતે શસ્ત્ર પ્રદર્શન

પાટણ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે 01 મે સુધી શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું છે. પાટણના નાગરિકો સેન્યના શસ્ત્રોથી અવગત થાય તેમજ રાષ્ટ્રભાવના વિકસે તે માટે આ પ્રદર્શન આયોજીત કરાયું છે. જેમાં બી.એસએફ અને પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રો પ્રદર્શન કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પ્રથમવાર ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી ગાંઘીનગર છોડીને કોઇ જીલ્લાકક્ષાએ યોજાનાર છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ,મુખ્યસચિવ, રાજ્યના DGP સહિત તમામ સચિવકક્ષાના અઘિકારીઓ પોલીસના ઉચ્ચકક્ષાના અઘિકારીઓ અને રાજ્યના કેટલાક મંત્રીઓ પણ પાટણ ખાતે સ્થાપના દિવસની ઉજવણીમાં હાજર રહેવાના છે.

આ પણ વાંચો : મહેસાણા : માનસિક દિવ્યાંગો માટે ખેલ મહાકુંભનું આયોજન, યોગશિબિરના બીજા દિવસે અનેક નાગરિકો જોડાયા

આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાંથી ગુજરાતવાસીઓેને મળશે રાહત, આગામી દિવસોમાં તાપમાનમાં બેથીત્રણ ડિગ્રીનો ઘટાડો થશે



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/uIezXYV
via IFTTT
I.T. engineer

Post a Comment