ગુજરાતની બોટાદ નગરપાલિકામાં (Botad Nagarpalika ) સત્તાધારી પક્ષ ભાજપમાં(BJP) આંતરિક જૂથવાદ(Conflict) ચરમસીમાએ પહોંચ્યો છે.જેમાં સભ્યોમાં પાલિકા પ્રમુખ – ઉપ પ્રમુખ સામે નારાજગીનો સૂર બુલંદ થયો છે.ત્યારે જૂથવાદને વધતો અટકાવવા હવે પ્રદેશ નેતાઓએ બોટાદમાં ધામા નાખ્યા છે.બોટાદ પાલિકામાં ભાજપના આગેવાઓને સર્કિટ હાઉસ ખાતે તમામ નગરસેવકો સાથે વન ટુ વન બેઠક કરી.અને તેઓની રજૂઆત સાથે ફરિયાદ સાંભળી.નારાજ નગરસેવકોની ફરિયાદ પ્રદેશકક્ષાએ પહોંચાડવામાં આવશે.અને ત્યારબાદ પક્ષ દ્વારા યોગ્ય કાર્યવાહી થઇ શકે છે.
મહત્વપૂર્ણ છે કે સંકલનના અભાવે ભાજપના સભ્યોમાં નારાજગી વધી હતી અને નારાજ 22 સભ્યોએ વિવિધ સમિતિમાંથી રાજીનામા ધરી દીધા હતા.મામલો પ્રદેશકક્ષાએ પહોંચતા પ્રદેશ અધ્યક્ષે પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેનને વહીવટ ન કરવા આદેશ કર્યો હતો.જોકે પ્રદેશ નેતાગીરીના આદેશનો અનાદર થતાં હવે પ્રદેશ નેતાઓ દોડતા થયા છે.ત્યારે પાલિકાના સત્તાધીશો સામે પ્રદેશ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો : Ahmedabad : નારોલમાં બરફની ફેકટરીમાં ગેસ લિકેજ થતાં નાસભાગ મચી, ફાયર બ્રિગેડે લીકેજ પર કાબૂ મેળવ્યો
આ પણ વાંચો : Gandhinagar: મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ ગાંધીનગર કલેકટર ઓફિસની ઓચિંતી મુલાકાત લીધી, થયો આ પર્દાફાશ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/PYHadpK
via IFTTT