Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

‘રણબીર કરતા પણ મારી ઘણી ગર્લફ્રેન્ડ અને લિંક-અપ્સ હતા’: જ્યારે ઋષિ કપૂરે કરી હતી આ વાત

Rishi Kapoor Talks About Ranbir Kapoor

રણબીર કપૂરે (Ranbir Kapoor) આ મહિનાની શરૂઆતમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે લગ્ન કર્યા છે. આ સ્ટાર કપલે ગત તા. 14 એપ્રિલે તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં લગ્ન (Alia Bhatt Marriage) કર્યા હતા. જો કે, રણબીરે આખરે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું, તેના ઘણા સમય પહેલા અભિનેતા તેના લિંક-અપની અફવાઓને કારણે ઘણીવાર સમાચારમાં રહેતો હતો. રણબીર કપૂરની બોલીવુડમાં છબી એક ‘પ્લેબોય’ તરીકે જોવા મળે છે. એક વખત તેના પિતા સ્વર્ગસ્થ ઋષિ કપૂરને રણબીરની લિંક-અપ અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું.

જેના પર હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકારે કહ્યું હતું કે રણબીર હવે નહીં તો ક્યારે આવા કામ કરશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રણબીરની જેમ જ તેણે પણ નીતુ કપૂર સાથે લગ્ન કરતા પહેલા ઘણા લિંક-અપ્સ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54)

“તે એક સફળ, દેખાવડો, શિસ્તબદ્ધ યુવાન છે અને આ જ ઉંમર છે તેણે તમામ પ્રકારના લોકોને મળવું જોઈએ. તો જ તે પોતાનું મન બનાવી શકશે. કોઈ દિવસ તે લગ્ન કરશે અને અમે તેનું સ્વાગત કરીશું. તેની પત્નીનું અમારી વહુ (પુત્રવધૂ) તરીકે સ્વાગત કરીશું, પછી ભલે તે કોઈપણ હોય,” તેમણે આગળ ઉમેર્યું હતું.

તે સમયે રિશી કપૂરે એ વિશે પણ વાત કરી હતી કે કેવી રીતે રણબીર કપૂર તેની સાથે તેની લવ લાઈફ વિશે ક્યારેય ચર્ચા કરી ન હતી. પરંતુ તે વિશે નીતુ કપૂર સાથે તેની પર્સનલ લાઈફની તમામ વાત શેયર કરતો હતો. જો કે, દુર્ભાગ્યપણે રિશી કપૂર તેમના પુત્ર રણબીરના લગ્ન જોઈ શક્યા નથી. નીતુ કપૂરે ઘણીવાર વાત કરી છે કે રણબીરને વરરાજાના પોશાક પહેરીને લગ્ન કરતા જોવાનું રિશી કપૂરનું એક બહુ જ જૂનું સ્વપ્ન હતું.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀ (@aliaabhatt)

આલિયા અને રણબીરના લગ્નનું સપનું જો કે રિશી કપૂર માટે અધૂરું જ રહી ગયું હતું. આ લોકપ્રિય સ્ટાર કપલે અભિનેતાના નિવાસસ્થાન, મુંબઈમાં ‘વાસ્તુ’ એપાર્ટમેન્ટમાં એક ભવ્ય પ્રાઇવેટ સેરેમનીમાં 7 જન્મની ગાંઠ બાંધી હતી. આ સેરેમનીમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, અયાન મુખર્જી, કરણ જોહર સહિત તેમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

આલિયા અને રણબીરે તેમના લગ્નના દિવસે સફેદ અને સોનેરી રંગના મીકસીંગવાળા સબ્યસાચીનું બ્રાઈડલ કટુર કલેક્શન પહેર્યુ હતું. તેઓ લગ્નની તસવીરોમાં અદભૂત દેખાતા હતા. તેમના ઘર પર બીજા દિવસે લગ્નના રિસેપ્શનનું પણ આયોજન કર્યું હતું, જ્યાં શાહરૂખ ખાન, ગૌરી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા જેવી મોટી સેલેબ્રિટીઝ સ્પોટ થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Alia Bhatt 🤍☀ (@aliaabhatt)

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/CcBhHfG
via IFTTT
I.T. engineer

Post a Comment