Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગાંધીનગર : કલોલમાં મહિલા અપહરણના કેસમાં પોલીસે મુખ્ય આરોપી મિતુલની ધરપકડ કરી

Gandhinagar: Police arrested the main accused in a case of abduction of a woman in Kalol

ગાંધીનગર : કલોલના (KALOL) પંચવટીમાં આવેલ સરસ્વતી કો-ઓપરેટીવ સોસાયટીમાં એક અપહરણની (Kidnapping) ઘટના બની હતી. જેમાં મહિલા શિક્ષિકાની નોકરી પૂરી થયા બાદ પોતાના ઘરે આવી હતી. જે બાદ બપોરના સુમારે એક વ્યક્તિએ સોલાર મીટર રિંડીગ લેવાના બહાને ઘરમાં ઘૂસ્યો. જે બાદ અન્ય સાગરીતો પણ મોકો જોઈને ઘરમાં ઘૂસી ગયા અને મહિલાના મોઢા ઉપર સેલો ટેપ મારી હાથ બાંધી દીધા હતા.

આશરે રાતે 7 વાગ્યાના સુમારે મહિલાનું અપહરણ કરી ગાડીમાં લઈ ગયા હતા. જે બાદ પોલીસે ફરિયાદ આધારે ગુનાની તપાસ વિવિધ ટીમો બનાવી શરૂ કરી. જેમાં સ્થાનિક LCB અને SOG એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો. અને CCTV ફૂટેજથી મોબાઇલ સર્વેલન્સ સાથે અન્ય બાબતો ઉપર પણ બારીકાઇથી તપાસ કરી હતી. જેમાં એક કાર સતત વિવિધ CCTVમાં દેખાતી જણાઈ. જેમાં નંબરના આધારે તપાસ કરતા મુખ્ય આરોપીનું પગેરું ફરિયાદી મહિલાના પાડોશી હોવાનું માલૂમ પડ્યું.

જે બાદ કારના માલિકને આ બાબતે જાણ કરી અને મુખ્ય આરોપીની પોલીસ દ્વારા પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અને સઘળી હકીકત પોલીસને જણાવી કે પોતે આ મહિલાની બાજુના ઘરમાં રહે છે. અને પૈસાની જરૂરિયાત ઊભી થઈ હતી. જે અંગે તેની હોટલમાં નોકરી કરતા વેઇટર સાથે અપહરણનો પ્લાન બનાવ્યો. જેમાં વેઈટર પણ અન્ય સાગરીતોને ઉતરપ્રદેશથી બોલાવ્યા હતા. જે બાદ મહિલાનું અપહરણ કર્યું હતું.

પણ પોતાની માતા સાથે ફોનમાં વાતચીત થતા સોસાયટીમાં પોલીસ કાર્યવાહી અંગે વાત થતા મુખ્ય આરોપી ગભરાઈ ગયો. અને 12 કલાક બાદ મહિલાને બંધ પડેલા ક્વાટરમાં મૂકી નાસી ગયેલ અને અપહરણમાં મદદ કરનાર ઉતરપ્રદેશના 6 વ્યક્તિઓને પણ જતા રહેવા જણાવ્યું હતું. આરોપી પોતે પણ સુખી પરિવારનો છે એની પત્ની અને બહેન પણ કેનેડામાં હોવાનું પોલીસને જણાવ્યું છે. સાથે પોતે પણ હોટલના વ્યવસાય સાથે જોડાયેલ છે પણ પૈસાની જરૂરિયાત ઊભી થઈ અને આ અપહરણનો પ્લાન બનાવ્યો હતો.

સમગ્ર અપહરણની ઘટના ઉકેલાય બાદ કલોલ DYSP પ્રવીણ મણવરએ જણાવ્યું હતું કે એક મહિલાનું અપહરણની ફરિયાદ થઈ હતી. જેમાં સ્થાનિક પોલીસ LCB SOG કામે લાગી હતી. જેમાં તપાસમાં કામે લાગી હતી . જેમાં તપાસમાં કોલ ડિટેલ ,CCTV કેમેરા તથા ગાડી અંગે તપાસ થઈ હતી. જેમાં LCBને એક ગાડી સતત ધ્યાને આવેલી જેના રજીસ્ટ્રેશન નંબરની જાણકારી મેળવતા મિતુલ પટેલ અપહરણ થયું. એ મહિલાનાં પાડોશી હોવાનું માલૂમ પડ્યું. જે બાદ એની અટક કરી પૂછપરછ કરતા એને ગુનો કબૂલ્યો હતો.

આ પણ વાંચો :ભારત ઉનાળા પહેલા ચીન સરહદની સ્થિતિનું કરશે મૂલ્યાંકન, આર્મી અને એરફોર્સના અધિકારીઓ કરશે બેઠક

મહિલાઓ માટે વોટ્સએપનું ખાસ અપડેટ, સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ માહિતી મેસેજમાં મેળવો



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/dOD7VNE
via IFTTT
I.T. engineer

Post a Comment