ઈંગ્લેન્ડની ટેસ્ટ ક્રિકેટ (England Cricket) ટીમ અત્યારે તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી અને એશિઝ સીરિઝ (Ashes Series) માં હાર્યા બાદ જો રૂટે (Joe Root) શુક્રવારે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના સુકાની પદેથી રાજીનામું આપ્યું હતું. જે બાદ આગામી કેપ્ટનને લઈને સવાલોનો સિલસિલો શરૂ થઈ ગયો છે.
જો રૂટે કેપ્ટનશિપ છોડ્યા બાદ શું કહ્યું
જો રૂટે કહ્યું કે, કેરેબિયન પ્રવાસમાંથી પરત ફર્યા બાદ મેં ઈંગ્લેન્ડ માટે ટેસ્ટ કેપ્ટન પદ છોડવાનો નિર્ણય કર્યો છે. આ મારી કારકિર્દીનો સૌથી પડકારજનક નિર્ણય છે. પરંતુ મારા પરિવાર અને નજીકના લોકો સાથે તેની ચર્ચા કરી છે. તેણે વધુમાં કહ્યું કે, મને મારા દેશની કેપ્ટનશીપ કરવાનો ખૂબ જ ગર્વ છે અને હું ગર્વ સાથે છેલ્લા 5 વર્ષ પાછળ ફરીને જોઈશ. કામ કરવું અને અંગ્રેજી ક્રિકેટને ટોચ પર લઈ જવું એ સન્માનની વાત છે.
And we have been proud of you, @root66 pic.twitter.com/2CvKzi1NgI
— England Cricket (@englandcricket) April 15, 2022
તેણે વધુમાં કહ્યું કે, મને મારા દેશનું નેતૃત્વ કરવાનું પસંદ છે. પરંતુ તાજેતરમાં ઘરે આવતાની સાથે જ તેની મારા પર અને મારી રમતને અસર થઈ છે. હું મારા પરિવાર, કેરી, આલ્ફ્રેડ અને બેલાનો આભાર માનવાની આ તક લેવા માંગુ છું. જેમણે મને ટેકો આપ્યો છે અને પ્રેમ અને સમર્થનના અવિશ્વસનીય સ્તંભ રહ્યા છે,” રૂટે કહ્યું. મારા કાર્યકાળ દરમિયાન તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફ જેમણે મને મદદ કરી છે. આ પ્રવાસમાં તેમની સાથે રહેવું એ એક લહાવો રહ્યો છે.
તેણે વધુમાં કહ્યું કે, હું ઈંગ્લેન્ડના તમામ સમર્થકોનો તેમના અતૂટ સમર્થન માટે આભાર માનું છું. અમે ભાગ્યશાળી છીએ કે અમે વિશ્વમાં અને જ્યાં પણ રમીએ ત્યાં શ્રેષ્ઠ ચાહકો છે. તે આપણો આત્મવિશ્વાસ વધારે છે.
આ ખેલાડી બની શકે છે ભાવી સુકાની
હાલમાં બેન સ્ટોક્સ ટેસ્ટ ટીમના ઉપ સુકાની છે. આવી સ્થિતિમાં એવી અટકળો ચાલી રહી છે કે બેન સ્ટોક્સ આગામી કેપ્ટન બની શકે છે. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ પણ તેને કેપ્ટન બનાવવાનું સમર્થન કર્યું છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે. આ સિવાય તે પોતાની રમતમાં સુધારો કરવા માટે હાલમાં કાઉન્ટીમાં રમી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ઈજા બાદ પણ બેન સ્ટોક્સ વેસ્ટ ઈન્ડિઝ સામે બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. જેના કારણે તેની ઈજા વધી ગઈ હતી. જોકે રિપોર્ટ્સમાં આ ઈજાને ગંભીર ગણાવવામાં આવી નથી. તેની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો બેન સ્ટોક્સે 79 ટેસ્ટ મેચમાં 35.9 ની એવરેજથી 5061 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 11 સદી અને એક બેવડી સદી પણ ફટકારી છે. તેણે બોલિંગમાં 174 વિકેટ લીધી છે.
આ પણ વાંચો : Joe Root Steps Down: જો રૂટે ઈંગ્લેન્ડની ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાની કરી જાહેરાત, જાણો કેવી રહી તેની સફર
આ પણ વાંચો : IPL 20022: સિઝન થી બહાર થતા જ Deepak Chaharનુ છલકાયુ દર્દ, ફેન્સને નામ મેસેજ કરી આપ્યુ વચન
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/5HR07ho
via IFTTT