Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ફાયર સેફ્ટી એક્ટની અમલવારી મુદ્દે હાઇકોર્ટની ગાંધીનગર, વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મ્યુનિ.કોર્પોરેશન સામે નારાજગી

High Court resents Gandhinagar, Vadodara, Jamnagar, Bhavnagar and Surat Municipal Corporation over implementation of Fire Safety Act

અમદાવાદ : રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટની (Fire Safety Act) અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court) મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે હાઈકોર્ટે ગાંધીનગર, વડોદરા, જામનગર, ભાવનગર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની (Municipal Corporation)કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન અવલોકન કર્યું, ‘અધિકારીઓની બેદરકારીના કારણે લોકો હેરાન થવું પડે તે ચલાવી લેવાશે’. ઉપરાંત હાઈકોર્ટે ફાયર સેફટી વિનાની સરકારી શાળા અને કોલેજ અંગેની વિગતો પણ આવતી સુનાવણીએ રજૂ કરવા માટે રાજ્ય સરકારને કહ્યું છે. સાથે મોટી વાત એ છે કે, જો ફાયર અને બીયુ પરમિશનની અમલવારી ન કરતા એકમો સામે ક્રિમિનલ કેસ દાખલ કરવા માટે પણ કોર્ટે કહ્યું છે’

ગુજરાત હાઇકોર્ટમાં ફાયરસેફ્ટી મુદ્દે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ગાંધીનગર મહાનગર પાલિકાએ પ્રાયમરી હેલ્થ સેન્ટરમાં ફાયર સેફટીનું પ્રાવધાન ન હોવાની રજુઆત કરી. જેને લઇ મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરી. એટલું જ નહીં પરંતુ કાયદાના પાલન માટે મહાનગરપાલિકાએ પાઠવેલ નોટિસ અંગે જવાબ ન આપવાના વલણ સામે પણ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે એ પણ સવાલ પૂછ્યો કે પરવાનગી વિના જ બિલ્ડિંગનો ઉપયોગ શરૂ કરી દે, તેવા કિસ્સામાં કોર્પોરેશન શું કરે છે? આ કિસ્સામાં પાલિકાને, સુપરસીડ કરવી જોઈએ, એટલે કે બોડીને વખેરી નાખવી જોઈએ’.

અમદાવાદ, વડોદરા, સુરત સહિત રાજ્યની મહાનગરપાલિકા અને પાલિકાઓમાં ફાયરસેફ્ટી ઉપરાંત બિલ્ડીંગ પરમિશન અંગેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. આ દરમિયાન કોર્ટે કોર્પોરેશન વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓ હોસ્પિટલો અને કોલેજોમાં ફાયર સેફટીનો અભાવ હોવાની બાબતને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરીહાઈકોર્ટે એડવોકેટ જનરલ ને પૂછ્યુ કે, સરકારી શાળામાં ફાયર NOCને લઈને શા માટે નીતિ વિષયક નિર્ણય નથી લેતી સરકાર? સરકારી ઈમારતોમાં ફાયર સેફટીની અમલવારી ચુસ્તપણે થવી જ જોઈએ તેવું કોર્ટનું અવલોકન કર્યું છે. કોર્ટે સરકારને આદેશ કર્યો છે કે, રાજ્યની તમામ સરકારી શાળા કોલેજ અને હોસ્પિટલની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. રાજ્યમાં કુલ કેટલી સરકારી શાળા કોલેજ કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીની અમલવારી થઈ છે અને કેટલામાં બાકી છે તે તમામ વિગતો રજૂ કરે’.


 

આ પણ વાંચો : ગુજરાતમાં હજુ બે દિવસ હીટવેવની આગાહી, અમદાવાદમાં સિઝનની સૌથી વધુ 42.3 ડિગ્રી ગરમી

Ahmedabad : 5 એપ્રિલ 2022 થી સાબરમતી-દોલતપુર-સાબરમતી ટ્રેનનો શુભારંભ



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/x8Bosnq
via IFTTT
I.T. engineer

Post a Comment