નીતિ આયોગના (NITI Aayog) ઉપાધ્યક્ષ રાજીવ કુમારે (Rajiv Kumar) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તમને જણાવી દઈએ કે નીતિ આયોગ દેશ માટે યોજનાઓ બનાવવાનું કામ કરે છે. રાજીવ કુમાર ઘણા વર્ષોથી નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા હતા. તેમના રાજીનામાના કારણો હજુ સામે આવ્યા નથી. નીતિ આયોગનું નેતૃત્વ વડાપ્રધાન કરે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તેમના સ્થાને અર્થશાસ્ત્રી સુમન બેરીને નીતિ આયોગના આગામી ઉપાધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કરી દીધું હતું.
આ કમિશનની રચના પછી, અરવિંદ પનગઢીયાને નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અરવિંદ પનગઢીયાના રાજીનામા બાદ રાજીવ કુમારને 1 સપ્ટેમ્બર 2017ના રોજ નીતિ આયોગના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. રાજીવ કુમાર નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ બનતા પહેલા રાજીવ કુમાર FICCIના મહાસચિવ હતા. રાજીવ કુમારે 1995 થી 2005 સુધી એશિયન ડેવલપમેન્ટ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યું હતુ. એટલું જ નહીં, એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા પહેલા રાજીવ કુમાર 1992 થી 1995 સુધી નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર હતા.
સુમન બેરી હશે આગામી વાઇસ ચેરમેન
Dr Suman K Bery appointed as Vice-Chairman of the NITI Aayog after Dr Rajiv Kumar stepped down from his post. pic.twitter.com/6vQ9HWUSNJ
— ANI (@ANI) April 22, 2022
કોણ છે રાજીવ કુમાર?
નીતિ આયોગની વેબસાઈટ અનુસાર, ડૉ. રાજીવ કુમારને શિક્ષણ જગત, સરકાર અને ઉદ્યોગ સાથે કામ કરવાનો બહોળો અનુભવ છે. ઓક્સફોર્ડમાંથી ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે ઈન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઓન ઈન્ટરનેશનલ ઈકોનોમિક રિલેશન, દિલ્હીમાં પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે કામ કર્યું. અહીં તેઓ 1982 થી 87 સુધી રહ્યા હતા. 1987-89 ની વચ્ચે, તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેન ટ્રેડમાં પ્રોફેસર હતા. બાદમાં તેઓ 2006 થી 2011 સુધી ICRIER ના ડિરેક્ટર અને CEO પણ હતા. પાછળથી તેઓ સેન્ટર ફોર પોલિસી રિસર્ચમાં સિનિયર ફેલો બન્યા.
પહેલ ઈન્ડિયા ફાઉન્ડેશનની સ્થાપના વર્ષ 2013માં કરવામાં આવી
2013 માં, તેણે પહેલ ઇન્ડિયા ફાઉન્ડેશનની પણ સ્થાપના કરી, જે એક બિન-લાભકારી થિંક ટેન્ક છે. રાજીવ 2017 સુધી તેના ચીફ તરીકે સેવા આપતા રહ્યા. તેમને સરકાર સાથે કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ ઉદ્યોગ મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર, આર્થિક બાબતોના વિભાગ, નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર હતા. આ સાથે તેમણે ADB, વર્લ્ડ બેંક, CII, FICCI, સ્ટેટ બેંક અને રિઝર્વ બેંક સાથે પણ કામ કર્યું છે.
આ પણ વાંચો : GOOD NEWS : ICICI બેંકે બીજી વખત વ્યાજ દરમાં વધારો કર્યો, હવે ફિક્સ્ડ ડિપોઝિટથી થશે વધુ આવક
આ પણ વાંચો : RBIએ સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પર ફટકાર્યો 36 લાખ રૂપિયાનો દંડ, ગ્રાહકોની સુરક્ષા સંબંધિત નિયમોના ઉલ્લંઘનનો આરોપ
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/2NEoW5X
via IFTTT