Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર રસોઇયા અને યોગ પ્રશિક્ષકો માટે નવા અવસર ખોલશે: પીયૂષ ગોયલ

PiyuSh Goyal
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન (Commerce and Industry Minister) પિયુષ ગોયલે (Piyush Goyal) શનિવારે જણાવ્યું હતું કે ભારત અને ઓસ્ટ્રેલિયા (India Australia) વચ્ચે થયેલા આર્થિક સહયોગ અને વેપાર કરારથી ઘરના રસોઈયા અને યોગ પ્રશિક્ષકો માટે આગામી વર્ષોમાં પૂરતી તકો પૂરી પાડવામાં મદદ મળશે. ભારત-ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (INDOS ECTA) પર ગોયલ અને ઓસ્ટ્રેલિયન વેપાર મંત્રી ડેન તેહાને એક ઓનલાઈન સમારોહમાં હસ્તાક્ષર કર્યા હતા. કરારના ભાગરૂપે, ઓસ્ટ્રેલિયાએ કોન્ટ્રાક્ટ સર્વિસ સપ્લાયર તરીકે દેશમાં પ્રવેશવા માટે લાયક, વ્યાવસાયિક ભારતીય પરંપરાગત રસોઈયા અને યોગ પ્રશિક્ષકો માટે વાર્ષિક 1,800 નો ક્વોટા નક્કી કર્યો છે.
આ હેઠળ, તેમને અસ્થાયી પ્રવેશ અને ચાર વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવે છે, જે આગળ વધારી શકાય છે. તે ઓસ્ટ્રેલિયન વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસ પૂર્ણ કર્યા પછી દેશમાં અસ્થાયી રૂપે રહેવા, અભ્યાસ કરવા અને કામ કરવાની કેટલીક તકો જાળવી રાખવા માટે પણ સંમત થયા છે.

બંને દેશો વચ્ચે વિગતવાર જોગવાઈઓ પર સહમતિ થઈ છેઃ ગોયલ

ગોયલે કહ્યું કે બંને દેશો વ્યાવસાયિક સેવાઓ અને અન્ય લાઇસન્સ/નિયમિત વ્યવસાયોની પરસ્પર માન્યતાને આગળ વધારવા માટે જોગવાઈઓની વિશાળ શ્રેણી પર સંમત થયા છે. તમને જણાવી દઈએ કે આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા તેના માર્કેટમાં કાપડ, ચામડા, જ્વેલરી અને સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સ સહિત 95 ટકાથી વધુ ભારતીય સામાનને ડ્યૂટી ફ્રી એક્સેસ આપશે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પ્રવાસન અને રોકાણ મંત્રી ડેન તેહાને એક ઓનલાઈન સમારોહમાં ભારત-ઓસ્ટ્રેલિયા આર્થિક સહકાર અને વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન પણ હાજર હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો માટે આ ખરેખર મહત્વપૂર્ણ ક્ષણ છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મોરિસને કહ્યું કે આ કરારથી ભારત સાથે ઓસ્ટ્રેલિયાના ગાઢ સંબંધો વધુ ગાઢ બનશે. આ પ્રસંગે વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ કરાર આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપારને 27 બિલિયન ડોલરથી વધારીને 45-50 બિલિયન ડોલર કરવામાં મદદ કરશે. આ કરાર હેઠળ, ઓસ્ટ્રેલિયા પ્રથમ દિવસથી નિકાસના મૂલ્યના લગભગ 96.4 ટકા પર ભારતને શૂન્ય ડ્યુટી ઓફર કરી રહ્યું છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/lZ91r7Y
via IFTTT
I.T. engineer

Post a Comment