Porbandar: કેન્દ્રીય પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી (Union Tourism Minister Kishan Reddy )આજે ગુજરાત પ્રવાસે છે. જ્યાં તેઓ પોરબંદરના માધવપુર-ઘેડ ખાતે આયોજિત પાંચ દિવસના મેળામાં (Madhavpur Fair) હાજરી આપી. આ દરમિયાન ટીવીનાઈને પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી (Kishan Reddy ) સાથે ખાસ વાત કરી. જેમાં તેમણે રુકમણીજી અને ભગવાન કૃષ્ણ વિવાહ પ્રસંગને વાગોળ્યો હતો. તેમણે કહ્યું કે રુકમણીજી નોર્થ ઈસ્ટના હતા. તેથી જ ગુજરાત અને દક્ષિણ યુગો યુગોથી એકબીજા સાથે જોડાયેલા છે અને બંને પ્રાંતની સંસ્કૃતિ પણ એકસમાન છે. તેમણે કહ્યું કે રુકમણીજી અને શ્રી કૃષ્ણના વિવાહ તે એકતાનું પ્રતિક છે. તેમણે કહ્યું કે હજારો વર્ષોથી આપણી હિન્દુ સંસ્કૃતિમાં લગ્નની ઉત્તમ પરંપરા છે. જે આપણો ઉત્તમ વારસો છે. આ ઉપરાંત તેમણે ખાતરી આપી કે ગુજરાતમાં પ્રવાસન વિભાગનો ઉત્તરોત્તર વિકાસ થાય અને તેમાં પ્રગતિ થાય તે માટેના તમામ પ્રયાસો કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવશે.
નોંધનીય છેકે આજે તા.11 એપ્રિલ 2022 ના રોજ રુકમણીજી અને ભગવાન શ્રી કૃષ્ણના વિવાહ નિમિત્તે માધવપુર(ઘેડ) ખાતે માધવપુર મેળો 2022 યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.આ સાથે કેન્દ્ર સરકારના મંત્રી કિશન રેડ્ડીજી, ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવકુમાર દેવજી, માન. નીતિદેઓ મેડમ, રાજ્ય સરકારન મંત્રી નરેશ પટેલ, રાજ્ય સરકારના મંત્રી અરવિંદ રૈયાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બાબુ બોખરીયાજી, ધારાસભ્ય કાંધલ જાડેજા, જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ મોઢવાડીયા, એમડી ટુરિઝમ આલિત્કુમાર પાંડેજી , કલેકટર અશોક શર્મા, ડી.ડી.ઓ અડવાણી, કમિશનર જોશી સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, અને મોટી સંખ્યામાં જનમેદની ઊપસ્થિત રહી હતી.
પોરબંદર જિલ્લામાં આવેલુ માધવપુરનુ સ્થળ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.
આ પણ વાંચો :PM મોદી 12 એપ્રિલે ગાંધીનગરમાં શ્રી અન્નપૂર્ણધામ ટ્રસ્ટની હોસ્ટેલ અને શિક્ષણ સંકુલનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો :જામનગરઃ શહેરમાં આવકના દાખલા માટે અરજદારોના વલખા, અનેક મુશ્કેલી છતાં કોઈ સાંભળનાર નહીં
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/lNcGojX
via IFTTT