બોલિવુડની જાણીતી અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) તેની ક્રેઝી લાઇફસ્ટાઇલ અને ગ્રાન્ડ પાર્ટી કરવા માટે ખૂબ જાણીતી છે. ગઇકાલે રાતે કરીના કપૂરે તેના સેલિબ્રિટી ફ્રેંડ્ઝ અમૃતા અરોરા (Amrita Arora), કરિશ્મા કપૂર, નતાશા પૂનાવાલા અને મનીષ મલ્હોત્રા (Manish Malhotra) સાથે કેટલીક તસવીરો શેયર કરી છે. મલાઈકા અરોરા, જે આ ગ્રૂપનો પણ એક ભાગ છે તે આ પાર્ટીમાં ગેરહાજર હતી, કારણ કે તેણી તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બની હતી. કરીના કપૂર સિવાય મનીષ અને અમૃતાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તસવીરો શેયર કરી છે.
કરીનાએ કરિશ્મા, મનીષ, અમૃતા અને પોતાને દર્શાવતો એક ફોટો શેર કર્યો અને તેને ‘પાર્ટી માટે તૈયાર’ કેપ્શન આપ્યું છે. મનીષે પણ આ જ તસવીર કેપ્શન સાથે શેયર કરી છે, જેમાં લખ્યું છે કે, ‘નાઇટ્સ લાઈક ધિસ.’ કરીનાએ આ તસવીરોમાં તેના બ્લેક સ્લિટ ડ્રેસ અને તેની જ્વેલેરીની પણ ઝલક આપી હતી. તેણીએ તેને કેપ્શન આપ્યું, ‘મારો ફેવરિટ નેકલેસ.’
View this post on Instagram
કરીના કપૂરે પોતાની તસવીરો શેયર કરી
કરીનાએ શેયર કરેલી અન્ય તસવીરમાં તે મનીષ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. મનીષે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર સેલ્ફી પણ શેયર કરી છે.
View this post on Instagram
મનીષ મલ્હોત્રાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ફોટોઝ શેયર કર્યા છે. તેણે અમૃતા અરોરા સાથેની એક તસવીર શેર કરી છે, જેમાં તે તેના ગાલ પર પૉક કરતી જોવા મળી રહી છે. તેણે શેર કરેલી બીજી સેલ્ફીમાં તે કરિશ્મા સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.
View this post on Instagram
અમે તમને જણાવી દઈએ કે, મલાઈકાનો શનિવારે રાત્રે મુંબઈ નજીક અકસ્માત થયો હતો. ત્યારબાદ તેણીને સારવાર માટે અપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. રવિવારે સવારે તેણીને હોસ્પિટલમાંથી રજા મળી હતી અને તેનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેને ઘરે લઈ ગયો હતો. કરીનાએ સોમવારે મલાઈકાની તેના ઘરે મુલાકાત પણ લીધી હતી.
View this post on Instagram
ફેબ્રુઆરી મહિનામાં, કરીના, કરિશ્મા, મલાઈકા અને અમૃતા ફરહાન અખ્તર અને શિબાની દાંડેકરની પોસ્ટ વેડિંગ પાર્ટીમાં એકસાથે પહોંચ્યા હતા અને તેમના બોલ્ડ ઓલ-બ્લેક લુક સાથે તેઓ શો સ્ટોપર બન્યા હતા. તેઓ ઘણીવાર સાથે હેંગઆઉટ કરે છે અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર તસવીરો શેર કરે છે.
ગયા વર્ષે, એક રિયાલિટી શોમાં, મલાઈકાએ અમૃતા, કરીના અને કરિશ્મા સાથેના બોન્ડ વિશે ખુલાસો કર્યો હતો. તેણીએ કહ્યું કે, “અમે તમામ લોકો 2-2 બહેનોના ગ્રૂપમાં છીએ. અમે ઘણા સરખા છીએ. અમારી ઘણીબધી પસંદ અને નાપસંદ સમાન છે. પરંતુ અમારા ચારેયની એક સામાન્ય વાત એ છે કે, અમે લોકો ખૂબ મોટા ‘ફૂડી’ છીએ, માટે અમારી પાર્ટીમાં ખાવાનું પહેલા આવે છે.”
આ પણ વાંચો – અભિષેક બચ્ચને દાદા-દાદી સાથેના તેના બોન્ડ વિશે કર્યો ખુલાસો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/LdHbVIW
via IFTTT