બનાસકાંઠામાં(Banaskantha) દિયોદરની સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ઉનાળામાં જયાં પાકને જરૂર હોય ત્યાં જ કેનાલમાં( Canal) પાણી બંધ કરવામાં આવતા સિંચાઈ વિભાગ સામે ખેડૂતો(Farmers) લાલઘૂમ થયા છે.મોટી સંખ્યામાં ખેડૂતોએ ભેગા થઈને ઢોલ લઈને મામલતદાર કચેરી પહોંચ્યા હતા..જયાં નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી કેનાલમાં પાણી ચાલુ કરવા માટે રજૂઆત કરી હતી.અમારી માંગે પુરી કરો નહીંતર “ખુરશી ખાલી” કરોના ખેડૂતોએ નારા લગાવ્યા હતા. આ ઉપરાંત ગુજરાતમાં પાણીની અછતનો મુદ્દો સંસદમાં પણ ગુંજ્યો હતો. બનાસકાંઠામાં ભૂગર્ભ જળ સમસ્યાનો મુદ્દો સાંસદ પરબત પટેલે સંસદમાં ઉઠાવ્યો હતો. તેમણે અટલ ભૂજલ યોજના અંતર્ગત કેનાલની કામગીરી જલ્દી પૂર્ણ કરવા માંગ કરી. પરબત પટેલે કહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળ 1000 ફૂટથી પણ નીચા જતાં જળ સમસ્યા સર્જાઈ છે.જેને દૂર કરવા સરકાર જલ્દી કેનાલ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવે.
તળાવો પણ ખાલીખમ રહેતા ગામના પશુ, પંખીઓ માટે પીવાના પાણીની મોટી સમસ્યા
રાજ્યભરમાં અને બનાસકાંઠા જિલ્લામાં પણ પાણીની પારાયણ શરૂ થઈ છે. મોટાભાગના ડેમ તેમજ તળાવો ખાલીખમ છે. જેના કારણે ખેડૂતોથી લઈને પશુપંખીઓ પણ પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના 23, ડીસા તાલુકાના 20 તેમજ દાંતીવાડા તાલુકાના બે તળાવો ભરવા માટે ની કામગીરી અત્યારે ચાલુ છે. નર્મદાના નીરથી જોડાયેલા આ 45 તળાવમાં નવા નીર આવતા ખાલીખમ તળાવોમાં પાણી ભરાયું છે.જેના કારણે પીવાના પાણીની સમસ્યાથી લઈને પશુ પંખીઓને પણ આકરા ઉનાળામાં પાણી મળી રહેશે. પંથકમાં ઓછા વરસાદના કારણે ભૂગર્ભ જળ સતત ઊંડા જઈ રહ્યા છે. જયારે બીજી તરફ તળાવો પણ ખાલીખમ રહેતા ગામના પશુ, પંખીઓ માટે પીવાના પાણીની મોટી સમસ્યા છે.
આ પણ વાંચો : Gujarat માં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી
આ પણ વાંચો : Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/mQOBnFf
via IFTTT