Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Asia Championships : સાત્વિક-ચિરાગની જોડી બીજા રાઉન્ડમાં, પ્રથમ રાઉન્ડની મેચ 27 મિનિટમાં જીતી

Badminton Asia Championships: Satvik rankireddy-Chirag Shetty pair win first round match in 27 minutes

ભારતના બેડમિન્ટન સ્ટાર યુવા ખેલાડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી (Satwiksairaj Rankireddy) અને ચિરાગ શેટ્ટી (Chirag Shetty) ની ભારતની ટોચની પુરૂષ જોડી મંગળવારે સીધી ગેમમાં જીત સાથે બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ (Badminton Asia Championships 2022) ના બીજા રાઉન્ડમાં પહોંચી ગઈ છે.

એપિલુક ગેટ્રાહોગ અને નાચનોન તુલામોકની વિશ્વની સાતમા ક્રમની અને ત્રીજી ક્રમાંકિત ભારતીય જોડી સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી (Satwiksairaj Rankireddy) અને ચિરાગ શેટ્ટીએ થાઈલેન્ડની એપિલુક ગેટ્રાહોગ અને નાચનોન તુલામોકની જોડી સામેની તેમની પ્રથમ રાઉન્ડની મેચમાં 21-13 અને 21-9 થી જીત મેળવતાં વધારે પરસેવો પાડ્યો ન હતો. ભારતીય જોડીએ 27 મિનિટમાં આ જીત નોંધાવી હતી. સાત્વિક રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની આગામી મેચ અકિરો કોગા અને તાઈચી સૈટોની જાપાની જોડી સામે થશે.

ભારતની મિક્સ ડબલ્સની જોડી બીજા રાઉન્ડમાં પહોંચી

આ ટુર્નામેન્ટમાં અન્ય ભારતીય જોડીની વાત કરીએ તો ઈશાન ભટનાગર (Ishan Bhattnagar) અને તનિષા ક્રાસ્ટો (Tanisa Crasto) એ પણ મિક્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. ભારતીય જોડીએ અડધા કલાક સુધી ચાલેલી મેચમાં હોંગકોંગની લાઉ ચેયુક હિમ અને યુંગ એનગા ટિંગની જોડીને 21-15 અને 21-17 થી પરાજય આપ્યો હતો.

કૃષ્ણા પ્રસાદ અને વિષ્ણુ વર્ધનની જોડી હારી ગઇ

આ ટુર્નામેન્ટમાં પુરૂષ ડબલ્સ કૃષ્ણ પ્રસાદ ગરાગા અને વિષ્ણુ વર્ધન ગૌર પંજલાની ભારતીય પુરુષ જોડી જોકે પ્રથમ રાઉન્ડમાં જ હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગઇ હતી. ભારતીય જોડી સામે સખત પડકાર રજૂ કરવા છતાં દક્ષિણ કોરિયાની કાંગ મિન્હ્યુક અને કિમ વોન્હોની જોડી ત્રણ ગેમમાં 10-21, 21-19 અને 16-21 થી પરાજય પામી હતી.

પુરુષ ડબલ્સમાં ભારતની આશા જીવંત

મેન્સ ડબલ્સમાં એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાનો મુકાબલો ચોથી ક્રમાંકિત ઈન્ડોનેશિયાના ફજર આલ્ફિયાન અને મોહમ્મદ રિયાન એડ્રિયાનોની જોડી સાથે થશે. જ્યારે અન્ય એક કેટેગરીમાં મિશ્ર ડબલ્સમાં વેંકટ ગૌરવ પ્રસાદ અને જુહી દેવાંગનનો સામનો ઈન્ડોનેશિયાના પ્રવીણ જોર્ડન અને મેલાતી દેવા સામે થશે.

આ પણ વાંચો : IPL 2022: જોસ બટલર સિઝન 2022માં પ્રથમ વાર ડિજિટમાં થયો આઉટ, 8મી ઈનીંગમાં 8 રન પર ગુમાવી વિકેટ, સ્ટ્રાઈક રેટ 88.88નો રહ્યો

આ પણ વાંચો : GT vs SRH Prediction Playing XI IPL 2022: ગુજરાતની ટીમમાં થશે પરિવર્તન? હૈદરાબાદની તાકાત વધારશે આ ઓલરાઉન્ડર



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/g87mwnX
via IFTTT
I.T. engineer

إرسال تعليق