Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Amreli: વડીયામાં માં-બાપ વિનાની 11 દિકરીઓના યોજાયા શાહી સમુહ લગ્ન

Amreli: Royal mass wedding of 11 fatherless daughters held in Wadia

Amreli: કોરોના કાળમાં આધાર ગુમાવી ચુકેલા પરિવારની આર્થિક કફોડી સ્થિતિમાં જુવાનજોધ દીકરીઓના (Daughter)લગ્નો કેમ કરવા તેવી વિપદા વચ્ચે વડીયામાં (Wadia) સરપંચ અને સખીદાતાઓના સહયોગથી માં બાપ વગરની તેમજ ગરીબ પરિવારની 11 દીકરીઓના ધામધૂમપૂર્વક લગ્નો (Mass wedding) ગોવર્ધન ગૌશાળા દ્વારા કરાવવામાં આવ્યા. કેવા હતા એ બાપ વિનાની ગરીબ પરિવારની 11 દીકરીઓના લગ્ન વાંચો આ અહેવાલમાં.

દેશી બેન્ડ પાર્ટીના તાલે નીકળેલી આ વરરાજાની જાન છે અમરેલી જિલ્લાના વડીયા ગામની એકી સાથે 11 વરરાજાઓના જાણે શાહી લગ્નો હોય તેમ આખું વડીયા ગામ માવતર બનીને વરરાજાઓનો સત્કાર કર્યો અને વડીયા પંથકની 11 જેટલી દીકરીઓના પાલક પિતા વડીયાની ગૌવર્ધન ગૌશાળાના ટ્રસ્ટીઓ હતા. કોરોના કાળમાં અકાળે મૃત્યુ પામેલા માં – બાપની દીકરીઓ પરણાવવાની ઈચ્છાઓ પાલક પિતા બનેલા વડીયા ગૌવર્ધન ગૌશાળામાં ટ્રસ્ટીઓએ પુરી કરીને વડીયા પંથકની 11 દીકરીઓના કરાવ્યા શાહી લગ્ન.

હાલ એક દીકરીના લગ્ન કરવામાં પરિજનોને માથે પરસેવો ઉતરતો હોય પણ ગાયમાતાની સેવા કરતા સેવકોએ સેવા પરમો ધર્મના સિદ્ધાંતને વળગીને ગૌશાળાના ટ્રસ્ટીઓએ માં બાપ વગરની દીકરીઓના પાલક પિતા બનીને દીકરીઓના ધામધૂમ પૂર્વક લગ્ન કરાવ્યા હતા અને લગ્નના કોડ ભરેલી દીકરીઓને માં બાપની ખોટ વર્તાવવા દીધી ન હતી.

ગાય માતાની સેવાનો ભેખ ધારણ કરેલા ટ્રસ્ટીઓમાં વડીયાના સરપંચ પણ છે. અને સરપંચ દ્વારા આવી માં બાપ વિનાની દીકરીઓના ઉધાર માટે પ્રેરણાદાયી કાર્ય કરીને વાજતે ગાજતે દિકરીઓને પરણાવી હતી. એક તરફ આજે સમાજમાં ખોટા ખર્ચાઓ કરી કરોડોના ખર્ચે લગ્નોત્સવ યોજાય છે. ત્યારે એક સેવાકાર્ય માટે યોજાતા સમુહલગ્નો સમાજને પ્રેરણારૂપ બની જતા હોય છે. આવું જ ઉદાહરણ વડિયામાં આ સમુહલગ્નમાં જોવા મળ્યું છે. જેમાં એક ધાર્મિક અને સેવાકાર્ય થકી દીકરીઓના ઉત્થાનની ગાથા દ્રશ્યમાન થાય છે.

આ પણ વાંચો :

PM મોદીનું 21 એપ્રિલે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર બહાર પાડવામાં આવશે સિક્કો અને ટપાલ ટિકિટ

આ પણ વાંચો :

સોનિયા ગાંધીના નિવાસસ્થાને ત્રણ દિવસમાં બીજી વખત બેઠક, રાહુલ-પ્રિયંકા સહિત કોંગ્રેસના ઘણા નેતાઓ જોડાયા, PDP ચીફ મહેબૂબા મુફ્તી પણ હાજર

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/PUc3Zli
via IFTTT
I.T. engineer

Post a Comment