Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વર્લ્ડ બેંક AMCને 3 હજાર કરોડની લોન આપશે, આવતીકાલથી વર્લ્ડ બેંકની ટીમ અમદાવાદની મુલાકાત લેશે

World Bank to provide Rs 3,000 crore loan to AMC, World Bank team to visit Ahmedabad from April 3

વર્લ્ડ બેંક AMCને 3 હજાર કરોડની લોન આપશે. અમદાવાદમાં (Ahmedabad) માઈક્રો ટનલિંગ પદ્ધતિથી સુએજ તેમજ ડ્રેનેજ લાઈન નાખવા, ખારીકટ કેનાલના ડેવલપમેન્ટ તેમજ શહેરની સુઅરેજ સિસ્ટમ અપગ્રેડ કરવા માટે  (World bank) વર્લ્ડ બેંકે 3 હજાર કરોડની લોન મંજૂર કરી છે. એએમસીની કથળેલી આર્થિક પરિસ્થિતિ વચ્ચે વર્લ્ડ બેન્કે લોન મંજૂર કરી છે. આ માટે આવતીકાલથી દસ દિવસ માટે વર્લ્ડ બેંકની ટીમ અમદાવાદની મુલાકાત લેશે.

વર્લ્ડ બેંકની ટીમ મ્યુનિ. કમીશ્નર લોચન સહેરા, ડેપ્યુટી કમિશનર તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક કરશે. બેઠકમાં ટેકનિકલ અને પ્રોજેક્ટની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. વર્લ્ડ બેંકની ટીમ 8 એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ અમદાવાદના વિવિધ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરશે. વર્લ્ડ બેંક દ્વારા વિવિધ પ્રોજેકટ માટે પ્રથમ તબક્કામાં 1200 કરોડ લોન પેટે આપવામાં આવ્યા છે.

વિશ્વ બેંક ભારતને વધુ એક અબજ ડોલરની લોન આપશે

વર્લ્ડ બેંકે કોરોના મહામારીને કારણે અસર પામેલા ગરીબો અને નિઃસહાય પરિવારોને મદદ કરવા માટે વર્લ્ડ બેંકે આજે ભારતને એક અબજ ડોલરની લોન મંજૂર કરી છે. આ સાથે જ વર્લ્ડ બેંકે ભારતને કુલ લોનની રકમ બે અબજ ડોલર થઇ છે.  આ અગાઉ ગયા મહિને ભારતીય હેલ્થ સેક્ટરને મદદ કરવા માટે વર્લ્ડ બેંકે તાત્કાલિક એક અબજ ડોલરની મદદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :Pavagadh માં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, માઈભક્તો દર્શનાર્થે ઉમટ્યા

આ પણ વાંચો :Surat: મરાઠી લોકોએ ગુડી પડવાની ધામધૂમથી ઉજવણી કરી, ધારાસભ્ય સંગીતા પાટીલના ઘરે હર્ષોલ્લાસનો માહોલ

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/UJzTHbL
via IFTTT
I.T. engineer

Post a Comment