Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad : નવ વર્ષની નેન્સીને જટિલ ઓપરેશન કરી સિવિલ હોસ્પિટલના તબીબોએ પીડામુક્ત કરી

Ahmedabad Civil Hospital Surgery

ટ્રાયકોબેઝારની તકલીફ સાથે મહેસાણાથી આવેલી નવ વર્ષની નેન્સીને (Nancy) અમદાવાદ સિવિલ હોસ્પિટલના(Civil Hospital) બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ સંપૂર્ણપણે પીડામુક્ત કરી છે. જેમાં નવ વર્ષની નેન્સી યાદવના પેટમાંથી વાળનો વિશાળ ગુચ્છ નીકળ્યો છે. સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોનું માનવું છે કે ઘણી કિશોરીઓ, યુવતીઓને પોતાના કે અન્યના વાળ ખાવાની અથવા વાળ ગળી જવાની ટેવ હોય છે જે પેટમાં જઇને ગુચ્છ સ્વરૂપે ગાંઠ બની મહાકાય સ્વરૂપ ઘારણ કરે છે જેને તબીબી ભાષામાં ટ્રાયકોબેઝોર(Trichobezor) તરીકે ઓળખવામાં આવે છે. મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ મહેસાણામાં પેટીયું રળી રહેલા સુર્યકાન્તભાઇ યાદવની દિકરી નેન્સીને છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાની તકલીફ રહેતી હતી. આ તકલીફ વધુ ગંભીર બનતા તેઓ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચ્યા. ત્યાના તબીબોને સમસ્યા વધુ ગંભીર જણાઇ આવતા દિકરીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા જણાવ્યું છે. જેમાં પરિવારજનો વિના વિલંબે દિકરીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇને આવ્યા. અહીં તબીબો દ્વારા સી.ટી.સ્કેન, એક્સ-રે જેવા જરૂરી રીપોર્ટસ કરાવવામાં આવ્યા. જેમાં બાળકીના પેટમાં ગાંઠ હોવાનું નિદાન થયું. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબો દ્વારા સધન સર્જરી કરીને બાળકીને પીડામુક્ત કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની 1200  બેડ મહિલા અને બાળ રોગ હોસ્પિટલમાં ઓપરેશન માટે લઇ જવામાં આવ્યા.

વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ.જય રામજી , એનેસ્થેસિયા વિભાગના ડૉ. સિધ્ધાર્થ અને તેમની ટીમ દ્વારા સર્જરી હાથ ધરવામાં આવી. આ સર્જરી દરમિયાન બાળકીનું પેટમાં કાંપ મૂકીને ખોલીને જોયું ટીમ સ્તબ્ધ થઇ ગઇ. પેટમાં વાળના ગુચ્છ સ્વરૂપે ગાંઠ હતી. આ વાળના ગુચ્છાએ પેટમાં હોજરીનું સ્વરૂપ ઘારણ કર્યું હતું જે કારણોસર તે ગાંઠ બની ગઇ હતી. જેને ભારે જહેમત બાદ સર્જરી દ્વારા સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે.

દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું

ડૉ. જય રામજી જણાવે છે કે, આ પ્રકારની ગાંઠને ટ્રાયકોબેઝોર તરીકે ઓળખવામાં આવે છે .જે ખાસ કરીને યુવતીઓ , કિશોરીઓમાં વધારે જોવા મળે છે. ઘણી છોકરીઓને પોતાના અથવા તો અન્યના વાળ ખાવાની ટેવ હોય અથવા તો ભૂલ થી વાળ ગળી જવાના કારણે આ પ્રકારની સમસ્યામાંથી પસાર થવું પડતુ હોય છે તેમ ડૉ. જયશ્રી ઉમેરે છે.
તેઓ વધુમાં ઉમેરે છ કે, અમારી ટીમ દ્વારા જ્યારે પરિવારજનોને દિકરીની હિસ્ટ્રી પૂછવામાં આવી ત્યારે તેઓએ પણ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી બાળકીના વાળ ઓછા થતા હોય તેવું જણાઇ રહ્યું હતુ. આ વાતની અમને જાણ થતા અમે દિકરીનું મનોવૈજ્ઞાનિક તબીબો પાસે કાઉન્સેલીંગ પણ કરાવ્યું છે.

નેન્સીના પિતા સૂર્યપ્રકાશ યાદવ કહે છે કે, મારી દિકરીને પેટમાં દુખાવાની ઘણાં સમયથી ફરીયાદ હતી. સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ તબીબોએ મારી દિકરીને પીડામુક્ત કરવા સર્જરી હાથ ધરી જે સંપૂર્ણપણે સફળ રહી છે.  સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ દ્વારા અગાઉ પણ ટ્રાઇકોબેઝોર સર્જરી કરવામાં આવી છે.યુવતીઓ, કિશોરીઓ કે જેમના વાળ ઓછા થતા હોય જેમને વાળ ખાવાની ટેવ હોય તેમને કાઉન્સેલીંગ કરાવવું પણ જરૂરી છે જેના થકી આ પ્રકારની મોટી સમસ્યામાંથી બચી શકાય.

આ પણ વાંચો : ગુજરાતમાં સીએનજીના ભાવમાં એકસાથે 6.45 રૂપિયાનો વધારો, મધરાતથી જ અમલી બનશે

આ પણ વાંચો : Bhavnagar : મહિલા પોલીસકર્મીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર પોલીસકર્મીની ધરપકડ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/mtQjaR7
via IFTTT
I.T. engineer

Post a Comment