Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Women’s Day : માંડવીના જંગલોની રક્ષામાં સતત ખડેપગે તૈનાત 7 મહિલા કર્મચારી, વાંચો જંગલની વાઘણોની કહાની

2 min read
Women's Day: 7 female employees constantly deployed on the cliffs to protect the forests of Mandvi

Surat : 08 માર્ચના દિવસને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસની ઉજવણી નિમિતે આપણે આજે ગુજરાતની એવી સાત મહિલાઓની વાત કરીશું કે જેને સાંભળીને તમને પણ ગૌરવની અનુભતિ થશે. અને, આ સાતેય વન વિભાગની (Forest Department )મહિલા કર્મચારીની (Female employee)ફરજનિષ્ઠા, કાર્યશૈલી અને શૌર્યની ગાથા અનેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ સાબિત થશે.

વનવિભાગની સાત મહિલા કર્મચારીઓની ફરજનિષ્ઠા 

સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકાના દક્ષિણ રેંજમાં આવલે ખોડભામાં પથરાયેલ 2500 હેકટર જંગલ વિસ્તારમાં વનવિભાગમાં ફરજ બજાવતી સાત મહિલા કર્મચારી જંગલની વાઘણ બની રક્ષા કરી રહી છે.

માંડવીના ખોડભા રેંજમાં ફરી રહેલી આ વનવિભાગની મહિલા કર્મચારીઓ જે 2500 જેટલા હેકટરમાં પથરાયેલ જંગલની વાઘણ બની રક્ષા કરી રહી છે. સાથેસાથે આ વિસ્તારમાં અનેક નાના નાના ગામો આવેલા છે. જેમાં અવારનવાર દીપડાઓ દેખાતા ગામમાં દહેશતનો માહોલ સર્જાય છે .દીપડા દ્વારા અનેક વખત ગામમાં રાખેલ ઢોરઢાંખર અને માનવ પર દીપડાના હુમલા થવાના કિસ્સા પણ બન્યા છે, પણ જ્યારથી વનવિભાગની આ સાત મહિલાઓ અહીં ફરજ બજાવતી થઇ છે. ત્યારથી આવા બનાવો બંધ થયા છે. તેમજ માનવ અને દીપડા વચ્ચે થતા ઘર્ષણ પણ અટકાવવામાં સફળતા મળી છે.

ફક્ત દીપડા નહિ પરંતુ જંગલની રખેવાળી સાથેસાથે આસપાસના ગામોમાં સાપો પણ નીકળતા હોઈ છે. તેને પકડવા ગામજનો દ્વારા આ વનવિભાગની મહિલાઓને જાણ કરવામાં આવે છે. અને આ મહિલા કર્મચારી સ્થળ પર જઈ સાપને જોઈ ઝેરી છે કે બિનઝેરી તેની ઓળખ કરી સાધનો દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવે છે.

માંડવીના દક્ષિણ ખોડભા રેન્જની આ સાત બહાદુર મહિલાઓની કામગીરીને તેમના અધિકારીઓ પણ બિરદાવી રહ્યા છે. તેમજ આ બધાની સાથે સાથે જંગલમાં થતી લાકડા ચોરીઓને પણ રોકવામાં આ સાત વનવિભાગની મહિલા વાઘણોને સફળતા સાંપડી છે. ત્યારે આ સાતેય વન કર્મચારી મહિલાની ફરજનિષ્ઠા અને કાર્યશૈલીને સત સત નમન કરવા જ રહ્યાં.

આ પણ વાંચો : કચ્છ : CBICના અધિકારીઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર, 200 કરોડનું ડ્રગ્સ પકડનાર ગાંધીધામ DRIના અધિકારી પણ સન્માનીત

આ પણ વાંચો : કચ્છ: કુનરિયાની આનંદી છાંગાના પ્રસ્તાવથી સ્મૃતિ ઇરાની પ્રભાવિત થયા, દેશભરમાં બાલિકા પંચાયત સ્થાપવાનો ધ્યેય



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/qEHmduc
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment