Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

નેપાળના PM શેર બહાદુર દેઉબા આવતીકાલથી ભારતની ત્રિદિવસીય મુલાકાતે, બીજેપી હેડક્વાર્ટરમાં જેપી નડ્ડા સાથે કરશે વાત

Nepal Pm

નેપાળના (Nepal) વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (PM Sher Bahadur Deuba) આવતીકાલથી ભારતની ત્રણ દિવસીય મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ બીજેપી હેડક્વાર્ટર જશે અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળશે. ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા આવતીકાલે સાંજે 5.30 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળવા ભાજપ કાર્યાલય પહોંચશે. જણાવી દઈએ કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નેપાળના વડાપ્રધાનને પત્ર લખીને તેમની ભારત મુલાકાત દરમિયાન મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે, આ પહેલીવાર છે જ્યારે નેપાળના વડાપ્રધાન બીજેપી હેડક્વાર્ટર જશે અને પાર્ટી અધ્યક્ષને મળશે.

 

આ પહેલા પણ વર્ષ 2007-08માં નેપાળના તત્કાલિન વડાપ્રધાન પુષ્પ કુમાર દહલ પ્રચંડ પણ બીજેપી અધ્યક્ષ રાજનાથ સિંહને મળી ચુક્યા છે, પરંતુ આ મુલાકાત પાર્ટી હેડક્વાર્ટરમાં નહીં પરંતુ રાજનાથ સિંહના નિવાસ સ્થાને થઈ હતી. હાલમાં નેપાળે જે રીતે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પશ્ચિમી દેશો પ્રત્યે આકર્ષક વલણ અપનાવ્યું છે, આવી પરિસ્થીતિમાં સરકારથી સરકારની મંત્રણા સિવાય, બીજેપી પ્રમુખ અને નેપાળના પીએમ વચ્ચેની આ પ્રસ્તાવિત બેઠક બંને દેશો વચ્ચે પહેલેથી જ ચાલી રહેલી નિકટતાને વધુ ગાઢ બનાવશે તેવી અપેક્ષા છે.

 

નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા 50 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે ભારતની પ્રથમ મુલાકાતે આવતીકાલે દિલ્હી પહોંચશે. વડાપ્રધાનના પ્રેસ વડા ગોવિંદ પરિયારે પીટીઆઈને જણાવ્યું હતું કે વડાપ્રધાન દેઉબા સાથે તેમની પત્ની આરજુ દેઉબા, ચાર કેબિનેટ પ્રધાનો, સરકારી સચિવો, વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત કુલ 50 લોકો હશે. ગુરુવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં દેઉબાના પ્રતિનિધિમંડળના સભ્યોના નામની પુષ્ટિ કરવામાં આવી હતી, જેમાં વિદેશ પ્રધાન ડૉ. નારાયણ ખડકા, ઊર્જા, જળ સંસાધન અને સિંચાઈ પ્રધાન પમ્ફા ભુસાલ, આરોગ્ય અને વસ્તી પ્રધાન બિરોદ ખાટીવાડા, કૃષિ અને પશુ બાબતોના પ્રધાન મહેન્દ્ર રાય યાદવનો સમાવેશ થાય છે.

દેઉબા પીએમ નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે

દેઉબાની ત્રણ દિવસીય મુલાકાત અંગે મંત્રાલયે કહ્યું, “આ મુલાકાત નેપાળ અને ભારત વચ્ચેના બહુપક્ષીય, જૂના અને સૌહાર્દપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવશે.” દેઉબા પીએમ નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરશે અને વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. વડાપ્રધાન મોદી વડાપ્રધાન દેઉબા માટે લંચનું આયોજન કરશે. દેઉબા નવી દિલ્હીમાં ઉદ્યોગ સાહસિકોને પણ મળશે. દેઉબા નેપાળ પાછા ફરતા પહેલા 3 એપ્રિલે વારાણસી (કાશી) જશે.

 

 

આ પણ વાંચો : UP: 100 દિવસમાં 10 હજારથી વધુ યુવાનોને મળશે સરકારી નોકરી, CM યોગીની તમામ સેવા પસંદગી બોર્ડને સૂચના



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/vCMPhRc
via IFTTT
I.T. engineer

Post a Comment