Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી પ્રેક્ટિસ દરમિયાન સાથે જોવા મળ્યા, ફોટો થયો વાયરલ

IPL 2022: MS Dhoni and Virat Kohli meet together during practice, photo goes viral

ભારતીય દિગ્ગજ એમએસ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ના પ્રેક્ટિસ સેશન દરમિયાન મળ્યા હતા. તમામ 10 ફ્રેન્ચાઇઝી ટી20 લીગની 15મી આવૃત્તિ માટે તૈયારી કરી રહી છે. IPL 26 માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શરૂ થશે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે રમાવાની છે. મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) મળ્યા હતા અને ખાસ વાત એ છે કે બંને દિગ્ગજ આ વખતે કેપ્ટન નથી. વિરાટ કોહલીએ ગત સિઝનમાં સુકાનીપદ છોડવાની જાહેરાત કરી હતી. જ્યારે ધોનીએ તાજેતરમાં કેપ્ટનશીપ છોડી દીધી છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે ધોનીના સ્થાને રવિન્દ્ર જાડેજાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. ધોની અને કોહલીની મીટિંગનો ફોટો આરસીબીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું કે બંને દિગ્ગજો પ્રેક્ટિસ દરમિયાન મળ્યા હતા. ગયા વર્ષે ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ખિતાબ જીત્યો હતો.

ચેન્નાઈએ KKR સામે જીત મેળવી હતી. આ વખતે પહેલી જ મેચમાં ચેન્નાઈનો મુકાબલો KKR સામે થશે. જો કે, ટીમોના ખેલાડીઓ ઘણા હદ સુધી બદલાયા છે. બંને ટીમના કેપ્ટન પણ બદલાયા છે. ચેન્નાઈ પાસે જાડેજા છે જ્યારે કેકેઆર પાસે શ્રેયસ અય્યર કેપ્ટન છે. RCBએ ફાફ ડુ પ્લેસિસને કેપ્ટનશિપ સોંપી છે.

ધોનીએ ચેન્નાઈની કેપ્ટનશીપ છોડ્યા બાદ કોહલીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે પીળા રંગમાં શાનદાર કેપ્ટનશીપ. એક પ્રકરણ ચાહકો ક્યારેય ભૂલી શકશે નહીં. હંમેશા સન્માન રહેશે.

આઈપીએલના સૌથી સફળ કેપ્ટનની વાત કરવામાં આવે તો માહીનું નામ પણ આવે છે. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈએ ચાર વખત આ ખિતાબ જીત્યો છે. રોહિત શર્મા પછી આ મામલે તેનું બીજું સ્થાન આવે છે. તો બીજી તરફ વિરાટ કોહલીની કપ્તાનીમાં RCB હજુ IPL નું એક પણ ટાઇટલ જીત્યું નથી.

આ પણ વાંચો : IPL 2022: દવદત્ત પડિક્કલની અડધી સદી, પ્રેક્ટિસ મેચમાં ચહલની ટીમની શાનદાર જીત

આ પણ વાંચો : IPL 2022: ધોની પ્રથમ મેચમાં ઈતિહાસ રચી શકે છે, 65 રન બનાવતાની સાથે જ ધોની આ સિદ્ધી મેળવી લેશે



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/FINe0W8
via IFTTT
I.T. engineer

إرسال تعليق