Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: દિલ્હી કેપિટલ્સે મોહમ્મદ કૈફના સ્થાને બીજુ જ્યોર્જને ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા

IPL 2022: Delhi Capital appoints Biju George to replace Mohammad Kaif as fielding coach

IPL 2022ની શરૂઆત 26 માર્ચના રોજ થઈ રહી છે. લીગમાં કુલ 74 મેચ રમાશે. આ તમામ મેચ કુલ 65 દિવસ સુધી રમાશે. લીગમાં પહેલીવાર કુલ 10 ટીમો રમી રહી છે. જેમાં ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ ટીમનો સમાવેશ થાય છે. ત્યારે લીગમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી ટીમે પોતાના ફિલ્ડીંગ કોચ મોહમ્મદ કૈફને (Mohammad Kaif) તેના સ્થાન પરથી હટાવી દીધો છે.

દિલ્હી કેપિટલ્સે બીજુ જ્યોર્જ (Biju George)ને IPL 2022 માટે તેમના ફિલ્ડિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. બીજુ જ્યોર્જ દિલ્હી કેપિટલ્સમાં મોહમ્મદ કૈફનું સ્થાન લેશે. ભૂતપૂર્વ ભારતીય ખેલાડી મોહમ્મદ કૈફ લાંબા સમયથી આ જવાબદારી નિભાવી રહ્યો હતો. પરંતુ હવે મેનેજમેન્ટે બીજુ જ્યોર્જને ફિલ્ડિંગ કોચની જવાબદારી સોંપી છે. બિજુ જ્યોર્જની સાથે દિલ્હીના સપોર્ટ સ્ટાફમાં રિકી પોન્ટિંગ, શેન વોટસન અને જેમ્સ હોપ્સ પણ સામેલ છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અજીત અગરકર પણ જોડાયા છે.

ક્રિકબઝના એક સમાચાર અનુસાર દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે બીજુ જ્યોર્જને ટીમ દ્વારા ફિલ્ડિંગ કોચની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમનું કહેવું છે કે બીજુ જ્યોર્જને આઈપીએલની સાથે સાથે આંતરરાષ્ટ્રીય ટીમોને કોચિંગ આપવાનો અનુભવ છે. તેથી બીજુ જ્યોર્જ દિલ્હી કેપિટલ્સ માટે મદદરૂપ સાબિત  થશે.

તમને જણાવી દઈએ કે બીજુ જ્યોર્જ ઘણા લાંબા સમયથી કોચિંગ આપી રહ્યો છે. તેણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે પણ કામ કર્યું છે. તેણે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં ફોલ્ડિંગ કોચિંગની પણ જવાબદારી નિભાવી છે. બિજુ જ્યોર્જએ વર્ષ 2015 અને 2016માં કોલકાતા ટીમ સાથે કામ કર્યું છે. તેણે કુવૈત નેશનલ ટીમને પણ કોચિંગ આપ્યું છે.

તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં ટીમની કેપ્ટનશીપ ઋષભ પંતને સોંપી છે. ટીમ રિષભ પંતની કેપ્ટનશીપ હેઠળ 27 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે આઈપીએલ 2022ની પ્રથમ મેચ રમશે. આ મેચ બાદ ટીમની બીજી મેચ ગુજરાત ટાઈટન્સ સામે છે. દિલ્હી કેપિટલ્સ IPL 2022ની છેલ્લી લીગ મેચ 21 મેના રોજ મુંબઈ સામે રમશે.

આ પણ વાંચો : આ ભૂતપૂર્વ ભારતીય ખેલાડીએ અશ્વિન અને હરભજનમાંથી મુશ્કેલ બોલરનું નામ જણાવ્યું

આ પણ વાંચો : CWG 2022માં હોકીનો કાર્યક્રમ જાહેર, ભારતીય મહિલા અને પુરૂષ ટીમો ઘાના સામે પ્રથમ મેચ રમશે



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/kU9PxeQ
via IFTTT
I.T. engineer

Post a Comment