Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022 RCB vs KKR : હર્ષલ પટેલે બનાવ્યો દુર્લભ IPL રેકોર્ડ, કોલકાતાની હાલત બગાડી

IPL 2022 RCBvKKR Hershel Patel's rare IPL record spoils Kolkata's victory

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) ની મેચમાં બોલરોની ઝલક જોવા મળી હતી. આમાં બેંગ્લોરના હર્ષલ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને IPLમાં સતત સૌથી વધુ મેડન ઓવરના રેકોર્ડની બરાબરી કરી. તેણે સળંગ બે મેડન્સ ઓવર ફેંકી હતી. આ સાથે હર્ષલ પટેલે સાથી બોલર મોહમ્મદ સિરાજની બરાબરી કરી હતી. તેણે IPL 2020 માં સતત બે ઓવર મેડન્સ ફેંકી હતી. રસપ્રદ વાત એ છે કે, RCBના સિરાજ અને હર્ષલ બંનેએ આ કારનામું માત્ર કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કર્યું છે.

કોલકાતાની બેટિંગ દરમિયાન 12મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરવા આવ્યો હતો. તે સમયે કોલકાતાએ 6 વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આન્દ્રે રસેલ અને સેમ બિલિંગ્સ ક્રિઝ પર હતા. હર્ષલ પટેલે તેની પહેલી જ ઓવરના ચોથા બોલ પર સેમ બિલિંગ્સને આઉટ કર્યો હતો. બિલિંગ્સ મોટો શોટ મારવા માંગતો હતો પરંતુ બોલ લોંગ ઓન પર ઉભેલા વિરાટ કોહલી પાસે ગયો અને તેને કેચ કરી લીધો. આ ઓવરમાં એક પણ રન ન મળ્યો અને વિકેટ મળી. આ રીતે હર્ષલ પટેલે વિકેટ સાથે મેડન ઓવરની પોતાના સ્પેલની શરૂઆત કરી હતી.

બીજી ઓવરમાં રસેલને આઉટ કર્યો

ત્યારબાદ હર્ષલ પટેલે પણ કોલકાતાની ઇનિંગની 14મી ઓવર કરી હતી. આન્દ્રે રસેલ મોટા શોટ ફટકારી રહ્યો હતો. આવી સ્થિતિમાં હર્ષલ પર મોટી જવાબદારી હતી. તેણે પ્રથમ ચાર બોલ ડોટ ફેંક્યા. પાંચમા બોલ પર તેણે રસેલની વિકેટ લીધી હતી. રસેલને 18 બોલમાં 25 રન બનાવીને પરત ફરવું પડ્યું હતું. ઓવરના છેલ્લા બોલ પર કોઈ રન આવ્યો ન હતો. આ સાથે હર્ષલે સતત બીજી વિકેટ માટે મેડન ફેંક્યો હતો.

 

2 બોલર જ સતત બે મેડન ઓવર ફેકી શક્યા છે

હર્ષલ પટેલે IPLમાં સતત બે મેડન્સ ઓવર ફેંકવાના દુર્લભ રેકોર્ડની પણ બરાબરી કરી હતી. IPL ની 15મી સિઝનના ઈતિહાસમાં આ સિદ્ધિ કરનાર તે માત્ર બીજો બોલર બન્યો છે. તેની ત્રીજી ઓવરમાં ત્રણ રન ગયા. પરંતુ ચોથી ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. આવી સ્થિતિમાં ચાર ઓવરનો ક્વોટા બે મેડન, 11 રન અને બે વિકેટ સાથે પૂરો થયો.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ 19 વર્ષીય ખેલાડી આગામી મિસ્ટર આઈપીએલ બનશે

આ પણ વાંચો : RCB vs KKR IPL Match Result: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 3 વિકેટે રોમાંચક વિજય, દિનેશ કાર્તિક અને હર્ષલ પટેલે ટીમને જીત સુધી પહોંચાડી



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/yNoQc4k
via IFTTT
I.T. engineer

إرسال تعليق