Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IPL 2022: CSK vs KKR: ધોની IPLમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો બેટ્સમેન બન્યો, આ ભારતીયનો રેકોર્ડ તોડ્યો

Dhoni becomes the oldest batsman to hit half a century in IPL, breaking Rahul Dravid's record

IPL (IPL 2022) ની પ્રથમ મેચ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સીઝનની પ્રથમ મેચમાં 38 બોલમાં 50 રનની અણનમ ઈનિંગ રમી હતી. તે હવે IPL ના ઈતિહાસમાં અડધી સદી ફટકારનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આજે ધોનીએ 40 વર્ષ અને 262 દિવસની ઉંમરે IPL માં અડધી સદી ફટકારી હતી. આ પહેલા આઈપીએલમાં સૌથી મોટી ઉમરે અડધી સદી 40 વર્ષ અને 116 દિવસની ઉંમરે ફટકારી હતી. આ રેકોર્ડ ભારતના વર્તમાન મુખ્ય કોચ રાહુલ દ્રવિડના નામે હતો.

આજની મેચની વાત કરીએ તો જ્યારે તે બેટિંગ કરવા આવ્યો ત્યારે ચેન્નઇ ટીમો સ્કોર 5 વિકેટના નુકસાન પર 61 રન હતો. 11 મી ઓવર પૂરી થવામાં હતી. ધોનીએ નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજા સાથે અહીંથી આગેવાની લીધી. બંનેએ અહીંથી અંત સુધી બેટિંગ કરી અને ટીમનો સ્કોર 131 સુધી પહોંચાડ્યો. આ દરમિયાન ધોનીએ 38 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

કોલકાતા ટીમે 6 વિકેટે મેચ જીતી હતી

IPL 2022 ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. KKRએ આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી. કોલકાતા તરફથી અજિંક્ય રહાણે અને સેમ બિલિંગ્સે મહત્વની ઇનિંગ્સ રમી હતી. ટીમ માટે અજીંક્ય રહાણેએ 44 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતા KKR એ 18.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. ચેન્નઇ માટે ડ્વેન બ્રાવોએ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈ આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા મેદાન પર ઉતરેલી કોલકાતા ટીમે 18 ઓવરમાં મેચ જીતી લીધી હતી.


ઓપનર અજિંક્ય રહાણેએ ટીમને સારી શરૂઆત અપાવી હતી. રહાણેએ 34 બોલનો સામનો કર્યો અને 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા. જ્યારે વેંકટેશ અય્યર 16 રન બનાવીને આઉટ થયો હતો. નીતિશ રાણાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. તેણે 17 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.

સેમ બિલિંગ્સ 25 રનની મહત્વની ઇનિંગ રમીને આઉટ થયો હતો. તેણે 22 બોલમાં એક ફોર અને એક સિક્સર ફટકાર્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યર 20 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 19 બોલનો સામનો કરતી વખતે ચોગ્ગો ફટકાર્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી ડ્વેન બ્રાવો અને મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગ કરી હતી. બ્રાવોએ 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સેન્ટનરે 4 ઓવરમાં 31 રન આપીને એક વિકેટ લીધી હતી. જાડેજાએ 4 ઓવરમાં 25 રન આપ્યા હતા. તુષાર દેશપાંડે અને એડમ મિલ્નેને એક પણ વિકેટ મળી ન હતી.

આ પણ વાંચો : IPL 2022: CSK vs KKR: કોલકાતાએ 6 વિકેટે ચેન્નઇને હરાવ્યું, લીગમાં જીત સાથે કરી શરૂઆત

આ પણ વાંચો : IPL 2022: શ્રેયસ અય્યર અને રિષભ પંત આવનારા વર્ષોમાં ક્રિકેટમાં રાજ કરશેઃ ન્યુઝીલેન્ડના દિગ્ગજ ક્રિકેટનું નિવેદન



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/lEbRq5t
via IFTTT
I.T. engineer

إرسال تعليق