Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ENGW vs INDW: સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતથી ડરી એલિસ પેરી, કહ્યું- બંને ખતરનાક છે

Ellyse Perry said Indian Women Cricketer Smruti Mandhan and Harmanpreet Kaur both are very dangerous

ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર ક્રિકેટર એલિસ પેરી (Ellyse Perry) એ કહ્યું છે કે ભારતનો મજબૂત બેટિંગ ઓર્ડર તેની ટીમ માટે આગામી વર્લ્ડ કપ મેચમાં એક મોટો પડકાર રજૂ કરશે. ખાસ કરીને સ્મૃતિ મંધાના (Smruti Mandhan) અને હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) જેવા ખતરનાક બેટ્સમેનો છે, જે તે પહેલાથી જ મહિલા બિગ બેશ લીગમાં જોઈ ચૂકી છે. રેકોર્ડ સાતમું ટાઈટલ જીતવાનો પ્રયાસ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે અત્યાર સુધીની ચારેય મેચ જીતી છે. મેગ લેનિંગની કપ્તાનીવાળી ટીમ હવે ગત વર્લ્ડ કપમાં રનર્સઅપ ભારતીય ટીમ સામે ટકરાશે.

એલિસી પેરીએ કહ્યું કે, “અમને ભારતીય બેટિંગની તાકાતનો અહેસાસ થાય છે. સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌર બે સૌથી ખતરનાક બેટ્સમેન છે. બંનેએ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગમાં સારો દેખાવ કર્યો છે. તેણે કહ્યું કે મને લાગે છે કે તે ટૂર્નામેન્ટમાં બંનેએ સદી ફટકારી હતી અને તેઓ ખૂબ નજીક આવી ગયા હતા. સ્મૃતિ મંધાનાએ પણ સદી ફટકારી હતી. અમે એકબીજા સામે ઘણું રમ્યા છીએ.” વેસ્ટ ઈન્ડિઝ સામેની છેલ્લી મેચમાં હરમનપ્રીત અને મંધાનાએ સદી ફટકારી હતી. હવે ભારત બુધવારે ઈંગ્લેન્ડ અને શનિવારે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

ઝુલન ગોસ્વામીને લઇને પણ સાવધાન છે ઓસ્ટ્રેલિયાની ટીમ

એલિસા પેરીએ કહ્યું કે અમારે ખૂબ જ મજબૂત તૈયારી કરવી પડશે. અમારા માટે આ મેચ મુશ્કેલ રહેશે. પરંતુ આ મેચ સારા સમયે થઈ રહી છે. કારણ કે બંને ટીમો સારી સ્થિતિમાં છે. આ ખૂબ જ રોમાંચક મેચ રહેશે. ભારતે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાના 26 મેચના વિજય અભિયાનને તોડી નાખ્યું હતું અને તે પહેલા ત્રણ મેચની શ્રેણી 1-2 થી હારી હતી.

તેણે વધુમાં કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઝુલન ગોસ્વામી (Jhulan Goshwami) નું ઘણું સન્માન કરે છે. તેણે કહ્યું કે માત્ર હું જ નહીં પરંતુ આખી ટીમ ઝુલન ગોસ્વામી માટે ઘણું સન્માન ધરાવે છે. તેણે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ રમત માટે પણ ઘણું કર્યું છે. તે લાંબા સમયથી રમી રહી છે અને નવા બોલથી શાનદાર રમત રમે છે.

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સનો આ સ્ટાર ખેલાડી પહેલી મેચમાં નહીં રમી શકે..!

આ પણ વાંચો : IPL 2022: ગુજરાત ટાઇટન્સના ઓલરાઉન્ડરે કહ્યું શું હશે ટીમનો પ્લાન, કેપ્ટન હાર્દિક પંડ્યા વિશે કહી મહત્વની વાત



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/ikI8Rn0
via IFTTT
I.T. engineer

Post a Comment