
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની યાદીમાં રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) બીજા ક્રમે છે. તેણે આ મામલે પૂર્વ દિગ્ગજ કપિલ દેવ (Kapil Dev) ને પાછળ છોડી દીધા છે. કપિલ દેવના નામે 434 વિકેટ હતી. આ રેકોર્ડ તૂટવા પર કપિલ દેવે મોટી પ્રતિક્રિયા આપી છે.
અંગ્રેજી મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યુમાં કપિલ દેવે કહ્યું હતું કે ખાસ કરીને એવા વ્યક્તિ માટે આ એક મોટી સિદ્ધિ છે જેને હાલના સમયમાં પૂરતી તકો મળી નથી. જો તેને તે તકો મળી હોત (કદાચ ઈંગ્લેન્ડમાં), તો તે ઘણા સમય પહેલા 434ને પાર કરી ગયો હોત. હું તેના માટે ખુશ છું, હું તેને બીજા સ્થાને શા માટે રાખું? મારો સમય વીતી ગયો.
શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે અશ્વિન આ મુખ્ય સીમાચિહ્ન સુધી પહોંચવામાં સફળ રહ્યો. આ ટેસ્ટ મેચમાં પણ તે છેલ્લો દિવસ સાબિત થયો કારણ કે શ્રીલંકાની ટીમે ત્રીજા દિવસે જ શરણાગતી સ્વીકારી લીધી હતી. અશ્વિને પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઇનીંગમાં તેણે કુલ 4 વિકેટ ઝડપીને ભારતીય ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ જીતીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.
અશ્વિનને શાનદાર અને બુદ્ધિશાળી સ્પિનર ગણાવતા કપિલ દેવે કહ્યું કે તેણે હવે આગળનું લક્ષ્ય 500 વિકેટનું કરવું જોઈએ. કપિલ દેવે એમ પણ કહ્યું કે મને આશા છે કે તે આનાથી વધુ વિકેટો મેળવશે. નોંધનીય છે કે ભારતીય ક્રિકેટમાં કપિલ દેવના નામે સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ હતો, જેને પછીથી અનિલ કુંબલેએ તોડી નાખ્યો હતો. કુંબલેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 619 વિકેટ છે. હવે અશ્વિને કપિલ દેવની વિકેટના આંકડાને પણ પાછળ છોડી દીધો છે.
આ પણ વાંચો : સ્પેનમાં પૈરા એથલિટ માનસી જોશીએ ગુજરાતનો ડંકો વગાડ્યો, ગોલ્ડ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા
આ પણ વાંચો : Video : મહિલા વર્લ્ડ કપમાં વિકેટકીપરના ગ્લવ્સમાં ચીપકી ગયો બોલ, રનઆઉટ થતાં બચી ગઇ બેટ્સમેન
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/MC5mIoT
via IFTTT