
દમણ નર્સિંગ કોલેજની (Daman Nursing College)મહિલા પ્રિન્સીપાલનો (Female principal)મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ૨૮ તારીખથી ગુમ થયેલા પ્રિન્સિપાલ અંગે તેમના પતિએ સેલવાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરી હતી. સેલવાસ પોલીસને મહિલા પ્રિન્સિપાલની કાર અને તેમના કંકાલના અવશેષો વાપી અને દમણની હદમાં એક ડુંગરના અવાવરું જગ્યાએથી મળી આવ્યા છે. જોકે આ ચકચારી હત્યાનું (Murder) કોયડું પોલીસે (POLICE)ગણતરીના સમયમાં ઉકેલી નાખ્યો છે.
દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા કનીમોઝી અરુમુગમ નામના મહિલા ગઈ ૨૮ મી તારીખે ઘરેથી કોલેજ જવા નીકળ્યા હતા. જોકે તેઓ કોલેજ નહોતા પહોંચ્યા. મૃતકના પોંડિચેરીમાં નોકરી કરતા પતિએ તેમની પત્નીનો સંપર્ક કરતા સંપર્ક નહીં થતા.તેઓએ તપાસ કરતા કોલેજમાં પણ હાજર નહિ હતા. અને અન્ય માધ્યમથી પણ સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો ન હતો.આથી પતિ ચિંતાતુર થઇ ગયા હતા. અને સેલવાસા પોલીસનો ટેલીફોનીક સંપર્ક કરી ઘટના વિષે જાણ કરી હતી.જેથી પોલીસે તપાસ શરુ કરી હતી. દરમિયાન આજે વાપી અને દમણની હદ પર આવેલા તરકપાલડી ગામના છેવાડે આવેલા ડુંગરાળ વિસ્તારમાંથી એક કારમાં સળગેલી હાલતમાં કોઈ મૃતદેહ હોવાની પોલીસને જાણ થઈ હતી. પ્રથમ વાપી ટાઉન પોલીસ કાફલો અને દમણ પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે કારમાં જે મૃતદેહ હતો તે મૃતદેહ દમણની નર્સિંગ કોલેજના ગુમ થયેલા મહિલા પ્રિન્સીપાલ કનીમોઝીનો છે. આથી સેલવાસ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ સેલવાસ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મામલાને ગંભીરતાથી લઇ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. આ મામલે અંતે સેલવાસ પોલીસે એક આરોપી સાવન પટેલની ધરપકડ કરી લીધી છે.
દાદરા નગર હવેલીની સેલવાસ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું કે મૃતક પ્રિન્સિપાલ કનીમોઝી જે કોલેજમાં નોકરી કરતા હતા. તે કોલેજના એકાઉન્ટન્ટ સાવંત પટેલ એ કોલેજની મેસ કમિટી અને અન્ય ફંડમાં લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. જેની જાણ પ્રિન્સિપાલને થઈ ગઈ હતી. આ ગેરરીતિ અંગે મહિલા પ્રિન્સીપાલ તપાસ કરી રહ્યા હતા. આથી પોતાનું કૌભાંડ છુપાવવા ૨૮ તારીખે જ જ્યારે પ્રિન્સિપાલ પોતાના ઘર સેલવાસથી કોલેજ તરફ આવી રહ્યા હતા.ત્યારે કોલેજના એકાઉન્ટન્ટ સાવંત પટેલના દમણના ફોર્ટ વિસ્તારમાં પ્રિન્સિપાલની કાર રોકી હતી. અને તેમની કારમાં બેસી અને તેમનું બળજબરીથી અપહરણ કર્યું હતું. અને ત્યારબાદ તેમની હત્યા કરી અને લાશને સગેવગે કરવા દમણ અને વાપીની હદ પર આવેલી તરક પારડીના ડુંગરાળ વિસ્તારમાં લઇ આવ્યો હતો.ઓળખ છુપાવવા માટે કાર સહિત મૃતદેહને સળગાવી દીધો હતો.પોલીસે શરૂઆતથી જ મામલાની તપાસ કરતા શંકાના આધારે આરોપી સાવંતની અટકાયત કરી હતી. તેની આગવી ઢબે પુછપરછ કરતાં આરોપી સાવંતે પોતે ગુનો કબુલ કર્યો હતો.આથી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ આ સમગ્ર મામલામાં કોલેજના એકાઉન્ટન્ટે પોતે આચરેલા કૌભાંડ છુપાવવા માટે કૌભાંડની તપાસ કરી રહેલા મહિલા પ્રિન્સિપાલનો કાંટો કાઢવા માટે પ્રિન્સિપાલની હત્યા કરી અને તેમની લાશને સગેવગે કરવા અને ઓળખ છુપાવવા માટે સળગાવી દીધા હોવાનું બહાર આવ્યું હતું.. અત્યારે પોલીસે આરોપી સાવંતની ધરપકડ કરી આરોપીએ કોલેજમાં કુલ કેટલું કૌભાંડ આચર્યું છે ? અને આ કૌભાંડમાં કે હત્યામાં અન્ય કોઈનો હાથ છે કે કેમ ?? તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદ : ખોખરા સર્કલ પર રાયપુર ભજીયા હાઉસમાં ભીષણ આગ, આસપાસના વિસ્તારમાં દોડધામ
આ પણ વાંચો : યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ એલોન મસ્કને આપ્યું યુક્રેન આવવાનું આમંત્રણ, જાણો એલોન મસ્કે શુ જવાબ આપ્યો ?
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/r8UiB7Y
via IFTTT