
નવસારીની (Navsari) પટેલ સમાજની હોસ્પિટલમાં ભાજપ પ્રદેશ અધ્ય્ક્ષ સી.આર.પાટીલે (C.R.Patil) ઓક્સિજન મશીનનું (Oxygen plant)લોકાર્પણ કર્યું.ઓક્સિજન મશીન દરેક મિનિટે હવામાંથી 250 લીટર ઓક્સિજન બનાવી શકે છે. જેની કિંમત 55 લાખ રૂપિયા જેટલી છે.જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલ મળીને 20થી વધુ ઓક્સિજન પ્લાન્ટ ઊભા થતાં હવે જિલ્લાને કોઇ પણ વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનનો પ્રવાહ મળી રહેશે. ઉલ્લેખનીય છે કે, હાલ કોરોના વાયરસના કેસ નહિવત છે. પરંતુ જો હવે કોરોનાની લહેર આવે અને ઓક્સિનની અછત ન સર્જાય તેના માટે આ વ્યવસ્થા કરાઈ છે. હાલ નવસારી જિલ્લામાં માત્ર 6 એક્ટીવ કેસ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના નેજા હેઠળ પ્લાન્ટ તૈયાર થયો
નવસારીમાં સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજના (Saurashtra Leuva Patel Samaj)નેજા હેઠળ કાર્યરત સરદાર પટેલ હોસ્પિટલને સ્માર્ટ કેમ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ નામની સંસ્થાના સહયોગથી 55 લાખની કિંમતનો એક ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરાયો છે. જેના થકી હોસ્પિટલ હવે ગંભીર પરિસ્થિતિમાં દર્દીઓને ઓક્સિજનનો પ્રવાહ વિધ્ન વગર ઉપલબ્ધ કરાવી શકશે. જેના લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ સી.આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ સહિત જિલ્લા કલેક્ટર, DDO અને જિલ્લા પોલીસ વડા સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : દમણ નર્સિંગ કોલેજના મહિલા પ્રિન્સીપાલની હત્યાનો ઉકેલાયો ભેદ, કોલેજમાં ચાલતા કૌભાંડને છુપાવવા હત્યા થઇ
આ પણ વાંચો : વડોદરા : હેલ્થ અવેરનેસના ભાગરૂપે સિએટ સિટી રોડ રનર્સ મેરેથોન યોજાઇ, 300 ખેલાડીઓએ ભાગ લીધો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/omrktEx
via IFTTT